રાજકોટ-ઉપલેટામાં ભારે તડકાને લઈ લોકો ગરમીથી પરેશાન થતા બજાર ઠપ

Subham Bhatt
1 Min Read

રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ગરમીથી લોકો હેરાન થતા બજારમાં કોઈ હલ-ચલ ન હોવાને કારણે કરફ્યુ જેવો માહોલ સર્જાતાવેપારીઓ પરેશાન થઈ રહ્યા છે અને લોકો પણ તડકામાં નથી નીકળી રહ્યા. હાલ ઉનાળાને લઈ કાળજાળ તડકાઓ પડી રહ્યા છેજેમાં લોકો ગરમીથી હેરાન પરેશાન હોય છે જેને કારણે ઉપલેટાની બજારમાં માણસોની અવર-જવર નહિવત હોવાને કારણેવેપારીઓને ત્યાં ઘરાધી ન હોવાથી વેપારી પરેશાન થઈ રહ્યા છે. જે રીતે ગરમીના કારણે લોકો ઘરની બહાર નીકળવાનું પસંદ ન કરતા હોય જેને લઈ શહેરના માર્ગો ખાલી – ખમ જોવા મળી રહ્યા છે

In Rajkot-Upleta, people are disturbed by the heat due to heavy sunshine

અતિશય ગરમીને લઈ ગામડાના લોકો પણ શહેરમાંઆવવાનું અને ખરીદી કરવાનું ટાળી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે આ વર્ષ ગરમી અને તડકાઓ જાણે આકાશમાંથીઅગન વર્ષા થતી હોઈ તે પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે જેથી શહેરમાં માત્ર એકલ-દોકલ માણસો આવતા જોવા મળીરહ્યા છે. જે રીતે આ વર્ષ ગરમી અને તડકાનો પારો વધુ ઉચક્યો છે ત્યારે બજારો પણ ખાલી ખમ છે ત્યારે સિઝનના સમયમાં લેવાલી નહિ દેખાતા વ્યાપારીઓ પણ મુજવણમાં જોવા મળી રહ્યા છે.

Share This Article