સુરત- સુરતમાં મોડી રાતે અચાનક ભારે પવન વચ્ચે હળવો વરસાદ

Subham Bhatt
1 Min Read

સુરતમાં મોડી રાતે અચાનક ભારે પવન વચ્ચે હળવો વરસાદ પડતાં શહેરીજનો મેં અતિશય ગરમીથી રાહત મળી હત શહેરમાંસરેરાશ 16 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાતા 6થી વધુ સ્થળોએ વૃક્ષો જમીન દોસ્ત થયાંહતા. દિવસભર 15થી 40કિ.મીના ઝડપે પવનો ફૂંકાયા હતા. જેના કારણે ધૂળની ડમરીઓ ઉડતા રાહદારી મુશ્કેલીમાં મુકાયા હતા. હજુ બે દિવસ ભારેપવનો ફૂંકાશે ત્યારબાદ પવનની ગતિ ઘટશે. જો કે, 26મી મે પછી ફરી પવનની ગતિમાં વધારો થશે રવિવારે મોડી રાત્રે શહેરના કેટલા વિસ્તારોમાં વરસાદના ઝાપટા પડ્યા હતા

Surat- Late night light rain in Surat amidst strong winds

હવામાન વિભાગે જણાવ્યા મુજબ, રવિવારે શહેરનું મહત્તમ તાપમાન 33.8અને લઘુત્તમ તાપમાન 28.3 ડિગ્રી નોંધાયું હતું. શનિવારની સરખામણીમાં લઘુત્તમમાં 0.5 ડિગ્રીનો ઘટાડો થયો છે.વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 68 ટકા અને સાંજે 67 ટકા રહ્યું હતું. ભારે પવનને પગલે મોટાવરાછા કાપોદ્રા, નવો કોસાડરોડ માધવબાગ સ્કુલ પાસે, સીમાડા ચાર રસ્તા, સરથાણા જકાતનાકા મેઘમલ્હાર રેસીડેન્સી, સીમાડા ચાર રસ્તા ટ્રાફિક ચેકપોસ્ટ પાસે વૃક્ષ પડવાના કોલ ફાયર કંટ્રોલને મળ્યા હતા. રવિવારે મોડી રાત્રે વરસાદના ઝાપટા પડવાથી અલથાણ ખાડી બ્રિજ પાસેના વિસ્તારમાં 15થી વધુ બાઇક સ્લીપ થતાં ચાલકોને ઇજા પહોંચી હતી.

Share This Article