દાહોદ- છાપરી ખાતે છોકરીન છેડતી બાબતે પરિવાર પર હુમલો

Subham Bhatt
2 Min Read

દાહોદના છાપરી ખાતે છોકરી ની છેડતી બાબતે પરિવાર ઉપર ત્યાંના લોકો નો હુમલો. દાહોદ તાલુકાના છાપરી ગામ ખાતેઆજે રાત્રીના સમયે ત્યાં રહેતા એક પરિવારના ઘરમાં રહેતી છોકરીની એકલતાનો લાભ લઈને તેની ત્યાંના યુવાનો દ્રારા છેડતીકરવામાં આવી હતી તે બાદ ઘરના સભ્યો ઘરે આવતા તેમને આવું બધું કરવાની ના પાડતા તે છોકરીની પ્રેગનેંટ ભાભી સાથે પણછેડછાડ કરી તેમના પરિવારના સભ્યોને પણ ત્યાંના છેડતી કરતા લોકો દ્રારા માર મારવામાં આવ્યો હતો જેમાં પરિવાર દ્રારા આક્ષેપ લગાવવામાં આવ્યો હતો કે ત્યાંના ૨૫ થી ૫૦ લોકોના ટોળાએ માર મારી ઘરમાંથી સોનાના દાગીના અને રોકડા રૂપિયાપણ ઉઠાવીને લઈ ગયા છે ત્યારે આ ઘટનાની જાણ દાહોદ શહેર ખાતે રહેતા તેમના અન્ય પરિવાર ના લોકોને થતા તે પણ ત્યાં દોડી ગયા હતા

Dahod: Family attacked for molesting a girl at Chhapri

અને ત્રણ લોકોને માર મરાયેલો હતો તેમને દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડી તેમની સારવાર કરાઈ હતી અને તે બાદ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધવાની કાર્યવાહી કરવામાં આવી હતી વધુમાં પરિવારના સભ્યો દ્રારાજણાવવામાં આવ્યું હતુંકે ત્યાંના ગામના ૨૫ થી ૫૦ લોકોના ટોળાએ હાથમા મારક હથિયારો અને લાકડીઓ લઈને અમને આગામમાંથી નીકળી જવા માટે જણાવ્યું હતું અને કહ્યું હતું કે આ ગામમાં તમને રહેવા નહી દઈએ તેવી ધાક ધમકીઓ આપી તેમને માર મારવામાં આવ્યો હતો તેમને આક્ષેપ પણ લગાવ્યો હતો કે ઘરમાંથી સોનાના દાગીના અને રોકડ રકમ પણ લઈ ગયા છે અમને માર મારીને ત્યારે હવે જોવું રહ્યું કે પોલીસ તપાસમાં શું બહાર આવે છે

Share This Article