સુરત- ઉન વિસ્તારમાં જીઈબી સબ સ્ટેશન પાસે કચરાના ઢગલામાં આગ લાગી

Subham Bhatt
1 Min Read

સુરતના ઉન વિસ્તારમાં જીઈબી સબ સ્ટેશન પાસે કચરાના ઢગલામાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.શહેરમાં સત્તત પડી રહેલી ગરમીને અને આગના બનાવ ખૂબ વધી રહ્યા છે. શહેરમાં આગ લાગી હોવાના કોલ સત્તત ફાયરવિભાગ ને મળી રહ્યા છે. ત્યારે ઉન વિસ્તારમાં જીઈબી સબ સ્ટેશન પાસે કચરાના ઢગલામાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

A fire broke out in a garbage dump near GEB sub station in Surat-Un area

પ્રાપ્ત વિગત મુજબ શહેરના ઉન વિસ્તારમાં જીઈબી સબ સ્ટેશન ની પાસે કચરાના ઢગલામાં કોઈ કારણોસર આગલાગવાનો કોલ ફાયર વિભાગ ને મળ્યું હતું. આગ નો કોલ મળતા ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો. આગ કાબુમાં આવતા આસપાસના લોકોએ રાહત નો શ્વાસ લીધો હતો

Share This Article