અમરેલી- બગસરાના ચારણ પીપળી નજીક ડાલામથ્થા સિંહ નજરે ચડયો

Subham Bhatt
1 Min Read

અમરેલી જિલ્લાના જંગલ વિસ્તારમાં જંગલના રાજા એવા સિંહ વસવાટ કરે છે. સમગ્ર ભારતમાં ફક્ત ગીરનાજંગલમાં જ જોવા મળે છે. ત્યારે અમરેલી જિલ્લામાં સિંહના વિડીયો અવાર નવાર વાયરલ થતાં હોય છે. ત્યારેવધુ એક વખત વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અમરેલી જિલ્લાના બગસરાના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહોએ નવું રહેઠાણ બનાવ્યું છે. ત્યારે બગસરાના ચારણ પીપળી નજીક ડાલામથ્થા સિંહ નજરે ચડયો હતો..

Amreli- Dalamaththa Singh was spotted near Pipli, a herdsman of Bagasara

બગસરાના ગ્રામીણ ગામડાઓમાં સિંહે દસ્તક દીધા હોવાનું સામે આવ્યું છે. ચારણ પીપળીના રેવેન્યુ વિસ્તારમાં ડાલામથ્થો સિંહમોબાઈલ કેમેરામાં કેદ થયો છે. ખેડૂતોને ખેતીની સિઝન વખતે જ સિમ વિસ્તારોમાં સિંહના ધામાથી ચિંતાઓ પ્રસરી જવાપામી છે. બગસરાના ચારણ પીપળી ગામના રેવેન્યુ વિસ્તારનો સિંહનો વીડિયો હોવાની પ્રાથમિક માહિતીઓ મળી રહી છે. ડાલામથ્થા સિંહનો વીડિયો હાલ સોસીયલ મીડિયામાં વાયરલ થયો છે.

Share This Article