
સુરત ના લીંબાયતમાં બળાત્કાર-પોક્સો ના ગુના માં છેલ્લા ત્રણ વર્ષથી નાસ્તા ફરતા આરોપી ને પોલીસે દબોચ્યો હતો. સુરત શહેરમાં વિવિધ ગુના માં નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા પોલીસ કમિશનર ના આદેશથી ડ્રાઈવ રાખવામાં આવીહતી.જેથી લીંબાયત પોલીસે અલગ અલગ ટીમ બનાવી વિવિધ વિસ્તારોમાં પેટ્રોલીંગ પર હતી તે સમયે ASI રાજેશ સુખદેવઅને હેડ કોન્સ્ટેબલ વિનોદ ભાઈદાસને બાતમી મળી હતી કે બળાત્કાર-પોક્સો ના ગુના નો આરોપી તેલંગાણા ના વારંગલ ખાતે છે.તો લીંબાયત પોલીસ ની એક ટીમ તેલંગાણા ના વારંગલ ખાતે પહોંચી આરોપી વિજય કુમાર ચીંડમ ને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
