સુરત-સચિન જીઆઇડીસી વિસ્તારમાં દેશી તમંચા સાથે ઇસમો પકડાયા

Subham Bhatt
1 Min Read

સચિન જીઆઇડીસી વિસ્તારમાં બરફ ફેકટરી પાસે દેશી બનાવટ ના તમંચા અને પાંચ જીવતા કારતુસ સાથે 2 ઈસમો ની ધરપકડકરતી સચિન જીઆઇડીસી પોલીસ સુરત શહેરમાં ગેરકાયદેસર શસ્ત્રોનું ઉત્પાદન , ઉપયોગ , સંગ્રહ , વેંચાણ કે હેરાફેરી ન થાય તેમાટે સુરત પોલીસ દ્વારા સ્પેશ્યલ ડ્રાઈવ – ઝુંબેશ રાખવામાં આવી હતો , જેના ભાગરૂપે સચિન જીઆઇડીસી પોલીસ દ્વારાકોમ્બિંગ પેટ્રોલીંગ દરમિયાન મળેલ ખાનગી બાતમી આધારે બરફ ફેકટરી પાસે ઈશ્વરનગર  પાછળ ખુલ્લા મેદાન માંથી એક દેશી બનાવટનો તમંચો, મેગેજીન તેમજ 5 જીવતા કારતુસ સાથે બે ઇસમને ઝડપી લીધા હતા

Ismo was caught with desi tamancha in Surat-Sachin GIDC area

સુરત પોલીસ કમિશનરે શહેરમાં બનતા ગંભીર પ્રકારનાં ગુન્હાઓ અટકાવવા તેમજ ગેરકાયદેસર હથિયાર ધરાવતા ઇસમોને ત્તાત્કાલીક પકડી પાડી
કાયદેસરની કાર્યવાહી કરવા અંગે જરૂરી સુચના અને માર્ગદર્શન આપતા જે અન્વયે સચિન જીઆઇડીસી પોલીસ સર્વેલન્સ નીઅલગ અલગ ટીમ વર્કઆઉટ માં જોડાઈ હતી. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ ઘનશ્યામસિંહ, અને કોન્સ્ટેબલ ગિરીશભાઈ ને1ખાનગી રાહે બાતમી મળી હતી કે જીઆઇડીસી માં આવેલ બરફ ફેકટરી પાસે ઈશ્વરનગર પાછળ ખુલ્લા પ્લોટમાં બે ઈસમોદેશી બનાવટ ના તમંચા લઈ આવ્યા છે, બાતમી હકીકત ને આધારે પોલીસે તપાસ કરતા બે અજાણ્યા ઈસમો દેખાતા પોલીસે બંને ને તપાસ કરતાં તેઓની પાસેથી એક દેશી બનાવટનો તમંચો, મેગેજીન તેમજ 5 જીવતા કારતુસ મળી આવતા પોલીસે બંને આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Share This Article