વડોદરા- કોંગ્રેસ દ્વારા નહેરુજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઇ

Subham Bhatt
1 Min Read

દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ જી ની પુણ્યતિથિ એ વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા નહેરુ જી પ્રતિમા નેપુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી હતી. ગુલામ ભારત ને આઝાદ ભારત બનાવવામાં મહાત્મા ગાંધીજી સાથે જો કોઈ વ્યક્તિ નુંયોગદાન હતું તો એ હતા પંડિત જવાહરલાલ નહેરુ , 1947 માં ભારત દેશ આઝાદ થયો ત્યાર બાદ આઝાદ ભારત ના પ્રથમવડાપ્રધાન હતા ચાચા નહેરુ , જયારે આ દેશ માં ટાંકણી , સોઈ પણ નહોતી બનતી એવા કપરા સમયે નહેરુ જી એ આ દેશ ની કમાન હાથ માં લીધી હતી અને એટલે જ નહેરુ જી ને આધુનિક ભારત ના નિર્માતા કહેવામાં આવે છે.

Vadodara: Congress pays homage to Nehruji's statue

આ દેશ માં જે પણ IIT ,IIM , AIMS , ISRO તેમજ અનેક ડેમો અને દેશ ને અમૂલ્ય વસ્તુઓ આપવાનું કામ પંડિત જવાહરલાલ નહેરુ દ્વારા કરવામાંઆવ્યું હતું. નહેરુ જી ના પિતા મોતીલાલ નહેરુ જી એ મહાત્મા ગાંધી પાસે જઈ ને પોતાની તમામ સંપત્તિ તેમજ જવાહરલાલનહેરુ ને સોંપ્યા હતા , આ પંડિત જવાહરલાલ નહેરુ 9 વર્ષ 11 મહિના અને 3259 દિવસ દેશ ને આઝાદી અપાવવા માટેજેલ માં પણ રહ્યા હતા. આ દેશ માં આજે જે જનતા ને મળ્યું છે એ પંડિત જવાહરલાલ નહેરુ જી તેમજ કોંગ્રેસ પક્ષ ની દેન છે.

Share This Article