
રાજકોટ જિલ્લાના ધોરાજીમાં 29 મે નાં રોજ નવનિર્મિત સર્કલ પોલીસ કચેરીનું લોકાર્પણ કરવામાં આવનાર છે. કેન્દ્રીયગૃહ પ્રધાન અમિત શાહ ધોરાજી માં નવ નિર્મિત CPI કચેરીનું વર્ચ્યુલી લોકાર્પણ કરવાના છે, આ તકે સાંસદ, ધારાસભ્ય સહિતનાં નેતાઓ ઉપસ્થિત રહેશે. ધારાસભ્ય જયેશ રાદડિયા અને રાજ્ય સભાંના સાંસદ રામ મોકરીયા પણ હાજર રહશે. અમિત શાહ કચેરીનું વર્ચ્યુલી લોકાર્પણ કરશે. જેની તડામાર તૈયારીઓ હાલ કરવામાં આવી રહી છે. આ તકે ગામલોકોએ મોટી સંખ્યામાં જોડાવા રાજકોટ ગ્રામ્ય એસપીએ લોકાર્પણમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું હતું.
