લતા મંગેશકરે કર્યું ઇન્સ્ટાગ્રામ પર ડેબ્યુ

admin
1 Min Read

લતામંગેશકરે 28 સપ્ટેમ્બરના રોજ તેમનો 90મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. 30 સપ્ટેમ્બરના રોજ તેમણે ઇન્સ્ટાગ્રામ પર ડેબ્યુ કર્યું. તેમણે પહેલી પોસ્ટ પોતાની શેર કરી હતી જેમાં તેઓ તેમનાં માતા-પિતાના ફોટો સાથે દેખાઈ રહ્યાં છે. લતાજી ઇન્સ્ટાગ્રામ પર આવ્યા ત્યારબાદ ગણતરીના કલાકોમાં જ તેમના 48 હજારથી વધુ ફોલોઅર્સ બની ગયા હતા……પહેલી પોસ્ટ શેર કરી લતાજીએ કેપ્શન લખ્યું કે, ‘નમસ્કાર. આજ પહેલીબાર આપ સબસે ઇન્સ્ટાગ્રામ પે જુડ રહી હું.’ જ્યારે પોતાની બહેનો સાથેનો ફોટો શેર કરી તેની નીચે કેપ્શન લખ્યું કે, ‘નમસ્કાર. કલ મેરી છોટી બેહન મીના ખાદીકરને મુજે ઉસકે દ્વારા મુજ પર લિખી હુઈ હિન્દી કિતાબ ‘દીદી ઔર મેં’કી પેહલી કોપી ભેંટ કી.’લતા મંગેશકર ટ્વિટર પર તો ઘણા સમયથી એક્ટિવ હતાં જ. તેઓ રોજ કોઈને કોઈ ટવીટ કરતાં રહેતાં હોય છે જેમાં મ્યુઝિક ઇન્ડસ્ટ્રી, હિસ્ટ્રી અને ક્રિકેટ સાથે જોડાયેલ પોસ્ટ સામેલ હોય છે.

Share This Article