દાહોદ- રૂસ્તમપુરાથી માંડી ભોઈવાડા વિસ્તારમાં પીવાના પાણીમાં આવે છે દુર્ગંધ

Subham Bhatt
1 Min Read

દાહોદ શહેરના રૂસ્તમપુરાથી માંડી ભોઈવાડા વિસ્તારમાં છેલ્લા કેટલાંક દિવસોથી પીવાનું પાણી દુર્ગંધ મારતું પાણી આવતાંસ્થાનીકોમાં ભારે રોષ ફેલાવા પામ્યો છે. પાલિકાના સત્તાધીશોને આ મામલે રજુઆત પણ કરવામાં આવી હોવાનું જાણવા મળીરહ્યું છે. સ્માર્ટ સીટી દાહોદમાં દિન પ્રતિદિન વિકાસના કામોમાં હરણફાળ ગતિએ કામગીરી થઈ રહી છે પરંતુ ઘણા એવાવિસ્તારો છે ત્યા સુવિધાના નામે હાલ પણ મીંડુ છે.

From Dahod- Rustampura to Bhoiwada area drinking water smells bad

દાહોદ શહેરના ઘણા વિસ્તારોમાં સ્વચ્છતાનો અભાવ, જ્યાં જુઓ ત્યાંગંદકી, પાણીની સમસ્યા વિગેરે જેવી અનેક સમસ્યાઓથી શહેરવાસીઓ હાલ પણ હેરાન પરેશાન છે ત્યારે દાહોદ શહેરનારૂસ્તમપુરાથી માંડી ભોઈવાડા વિસ્તારમાં પીવાના પાણીમાં દુર્ગંધ મારતું પાણી તેમજ ડોળુ પાણી આવતાં સ્થાનીકો પીવાનાપાણી માટે ભારે વલખા મારી રહ્યાં છે. સ્થાનીકોમાં ભારે રોષ પણ જાેવા મળી રહ્યું છે. દાહોદ વોર્ડ નંબર ૮ અને ૯માં વારંવારપાલિકાના સત્તાધિશોને આ મામલે રજુઆત પણ કરવામાં આવી છે પરંતુ હાલ સુધી આ સમસ્યાનું કોઈ યોગ્ય નિરાકરણ આવ્યું નથી.

Share This Article