દાહોદ- રેલ્વે કેન્ટીન સમિતિના પ્રતિનિધિઓની ચૂંટણી યોજાઈ

Subham Bhatt
2 Min Read

દાહોદ રેલવે કારખાનામાં ફરજ બજાવતા રેલ કર્મીઓની રેલ્વે કેન્ટીન સમિતિના પ્રતિનિધિઓની ચૂંટણી યોજાઈ દાહોદ રેલવેકારખાનાની રેલ્વે કેન્ટીનમાં પ્રથમ વખત ઓલ ઇન્ડિયા એસ.ટી – એસ.સી એમ્પ્લોઇઝ યુનિયનના સમર્થિત ઉમેદવારોઍઐતિહાસિક જીત મેળવી. રોલિંગ સ્ટોક કારખાના દાહોદની રેલવે કેન્ટીન સમિતિના પ્રતિનિધિની ચૂંટણી માટે દાહોદ રેલવેકારખાના ના વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા ચૂંટણી માટે નામાંકન ભરવામાં આવ્યું હતું. જેમાં ઓલઇન્ડિયા એસટી/એસી એમ્પ્લોઇઝ એસોસિયેશન દાહોદ બ્રાન્ચના સમર્થન દ્વારા ઉભા રહેલા બે ઉમેદવારો ભવ્ય વોટ સાથેઐતિહાસિક વિજેતા બન્યા હતા. વિજેતા બનેલા બંને ઉમેદવારોને કર્મચારીઓ દ્વારા ફૂલહાર પહેરાવીને ડીજેના તાલે વાજતેગાજતે વરઘોડો કાઢી એસોસીએશનની ઓફિસે લઈ જવામાં આવ્યા હતા. રોલિંગ સ્ટોક કારખાના દાહોદ માં ફરજ બજાવતાકર્મચારીઓ માટે રાહત દરે ચા નાસ્તા અને ભોજનની વ્યવસ્થા રેલવે કેન્ટીન દ્વારા કરવામાં આવતી હોય છે. રોલિંગ સ્ટોપકારખાના દાહોદની રેલવે કેન્ટીન સમિતિના પ્રતિનિધિની ઇલેક્શન જાહેર કરવામાં આવ્યું હતું જેથી રેલવે કારખાનામાં ફરજબજાવતા કર્મચારીઓ માંથી વિવિધ ઉમેદવારોએ રેલ્વે કેન્ટીન સમિતિના પ્રતિનિધિઓ માટે ઉમેદવારી નોંધાવી હતી.

Dahod- Election of representatives of Railway Canteen Committee was held

ઇલેક્શનમાટે નામાંકન ભરેલ ઉમેદવારોની રેલ્વે કારખાના મુકામે ચૂંટણી યોજાઈ હતી. આ યોજાયેલી ચૂંટણીની મતગણતરી દરમિયાનઓલ ઇન્ડિયા એસ.ટી – એસ.સી એમ્પ્લોઇઝ યુનિયનના દાહોદ બ્રાન્ચ સમર્થિત ઉમેદવાર જગદીશભાઈ ભૂરાએ ૮૨૮ વોટમેળવ્યા હતા જ્યારે ડામોર કમલેશકુમાર નવલભાઇ એ ૭૬૦ વોટ મેળવી જવલંત વિજય હાંસલ કર્યો હતો વિજય બનેલા બંનેઉમેદવારોને આદિવાસી પરંપરાગત રીતે પુષ્પમાળા પહેરાવવી, પાઘડી અને જુલડી પહેરાવી ઢોલ સાથે વરઘોડો કાઢવામાં આવ્યોહતો તેમજ વિજય બનેલ બન્ને ઉમેદવારોનો આદિવાસી પરિવારની દાહોદ ડી.સી.સી. ટીમ દ્વારા પાઘડી અને ઝુલડીપહેરાવીને સન્માન કર્યું હતું ડીજે ના તાલે રેલવે કર્મચારીઓ રેલીમાં જુમ્યા હતા. વિજેતા ઉમેદવાર કમલેશ ડામોર અને જગદીશ ભૂરા તેમજ ઓલ ઇન્ડિયા એસ ટી એમ્પ્લોઇઝ યુનિયનના દાહોદ બ્રાન્ચના પ્રમુખ વાલાભાઇ નલવાયા તેમજ સેક્રેટરીપ્રતાપસિંહ બી પરમાર દ્વારા તમામ રેલવે કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. ઢોલ અને ડીજેના તાલે રેલ્વે કારખાનામુખ્ય ગેટ થી નીકળી વરઘોડો રેલ્વે કેન્ટીન થઈ સાત રસ્તા મુકામે આવેલ એસ.ટી એસ.સી એસોસિએશનને ના ઓફિસે પહોંચ્યા હતા

Share This Article