સુરત- રામપુરા પોલીસ લાઈન ખાતે બી-કેટેગરીના ૪૦ આવાસોનું ઇ-લોકાર્પણ

Subham Bhatt
2 Min Read

ગુજરાત પોલીસ માટે નવનિર્મિત બિનરહેણાંક અને રહેણાંક આવસોના લોકાર્પણ કાર્યક્રમ અંતર્ગતકેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે રામપુરા પોલીસ લાઈન, લાલગેટ ખાતે ગુજરાત પોલીસઆવાસ નિગમ દ્વારા રૂ.૭ કરોડના ખર્ચે પોલીસ કોન્સ્ટેબલો માટેના નવનિર્મિત અદ્યતન સુવિધાયુક્ત
બી-કેટેગરીના ૪૦ આવાસોનું વર્ચ્યુઅલ લોકાર્પણ સંપન્ન થયું હતું. આ પ્રસંગે ગૃહમંત્રીશ્રી અમિતભાઈશાહે વર્ચ્યુઅલ સંબોધન કરતા જણાવ્યું હતું કે, દેશભરની પોલીસફોર્સ દેશની આંતરિક સુરક્ષા માટેહમેશા કટિબદ્ધ છે. સમયની સાથે કદમતાલ મિલાવી પોલીસ વિભાગને અપગ્રેડ કરવાની સરકારનીજવાબદારી છે, ત્યારે જનતાની સુરક્ષામા ફરજનિષ્ઠ રહેતા પોલીસ કર્મીઓ અને તેમના પરિવારજનોનું ધ્યાન રાખવા માટે પણ સરકાર કટિબદ્ધ છે. પોલીસ જવાનો, સૈનિકો દેશ માટે પોતાના અમૂલ્યપ્રાણોના ભોગે પણ દેશની સુરક્ષા માટે ફરજનિષ્ઠ છે

E-Dedication of 30 B-Category Houses at Surat-Rampura Police Line

એમ જણાવી રાષ્ટ્રરક્ષા માટે જીવનની આહૂતિઆપનાર ૩૫ હજાર પોલીસ જવાનોને કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ શ્રદ્ધાંજલિ આપી હતી. આ પ્રસંગેરામપુરા ખાતેના કાર્યક્રમમાં ઉપસ્થિત કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી શ્રીમતિ દર્શનાબેનજરદોશે જણાવ્યું હતું કે, પોલીસ કર્મચારીઓ દિનરાત આમજનતાની સેવા અને સુરક્ષામાં હંમેશાતહેનાત રહે છે, ત્યારે રાજ્ય અને કેન્દ્ર સરકારે સમર્પિત પોલીસ કર્મચારીઓ માટે રહેવાની યોગ્યવ્યવસ્થા થાય એની ચિંતા સેવી છે, અને આ માટે રાજયના ૨૫ જિલ્લાઓમાં પોલીસ આવાસોનુંલોકાર્પણ એ પોલીસ પરિવારો માટેની સરકારની કાળજી અને પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ પ્રસંગેનાણા, ઊર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં સુરત ક્રાઈમ કંટ્રોલ અને રોડસેફટીમાં અગ્રેસર છે, જેના મૂળમાં સુરતની સુદ્રઢ કાયદો અને વ્યવસ્થા, ટ્રાફિક જનજાગૃતિની સ્થિતિછે. મિની ઈન્ડિયાની ઉપમા મવળવનાર સુરત શહેરમાં દેશના મહત્તમ રાજ્યોમાંથી આવેલા શ્રમિકો વસે છે અને રોજગારી મેળવી રહ્યા છે.

Share This Article