સુરત- માનદરવાજા ખાતે જૂની અદાવતમાં અન્નું ખલનાયક ગેંગનો આંતક

Subham Bhatt
1 Min Read

માનદરવાજા ખાતે જૂની અદાવતમાં અન્નું ખલનાયક ગેંગના આંતક, ચાઈનીઝ ચલાવતા ઇસમને માર માર્યો પોલીસે સામસામેફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. માન દરવાજા વિસ્તારમાં અનુભવી અન્નું ખલનાયક ગેંગના આંતક સામેઆવ્યો છે. જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે ઘર્ષણ થતા ભાગદોડ મચી ગઇ હતી . પોલીસે બંને પક્ષની ફરિયાદ લીધી હતી .  આઘટના રવિવારે રાત્રે 10:30 વાગ્યાની આસપાસ ખટોદરા બેઠી કોલોની ખાતે બબાલ થઇ હતી . માથાભારે અશ્રુના સાળા બંટીતથા તેના મિત્ર વિકાસે અહીં આવેલી ચાઇ નીઝની દુકાને ધસી જઇ નાસીર શેખ તથા તેના ભાઇ સાથે ઝઘડો કર્યો હતો

Surat- Terror of Anna's villain gang in old enmity at Mandarwaja

.એલફેલ બોલી મારપીટ કરવા સાથે ધાકધમકી પણ અપાઇ હતી . અત્રુના ભાઇ રોહિત ઉર્ફે લાલીએ પણ અહીં ધસી જઇદાદાગીરી કરી હતી . ચપ્પુ વડે હુમલો કરાતા નાસીર શેખને ઇજા થઇ હતી. નાસીરના પિતાને પણ માર મરાયો હતો.આ ઘટનાબાદ નાસીર અને તેના ભાઈ એ પણ વડતો જવાબ આપ્યો હતો.બંને પક્ષ વચ્ચે જૂની અદાવતમાં આ ડખો થયો હતો. બનાવ અંગે બંને પક્ષે ફરિયાદ આપી હતી . પોલીસે ગુનો નોંધી ધરપકડની કવાયત હાથ ધરી છે

Share This Article