અમરેલી- અમરેલીનાં રાજમાર્ગો પર વ્યસન મુક્તિ અંગે જાગૃતિની રેલી યોજાઇ

Subham Bhatt
1 Min Read

આજે વિશ્વ ટોબેકો દિવસ નિમિતે અમરેલીનાં રાજમાર્ગો પર વ્યસન મુક્તિ અંગે જાગૃતિની વિશાલ રેલી નિકળી હતી પ્રમુખસ્વામી મહારાજના 100 વર્ષના શતાબ્દી મહોત્સવ પ્રસંગે BAPS સંસ્થા દ્વારા લોકો વ્યસનથી દૂર રહે તેવા હેતુને સાકાર કરવાયોજાયેલ વ્યસન મુક્તિ રેલીનું પ્રસ્થાન કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ કરાવેલ હતું. આજે વિશ્વ ટોબેકો દિવસ નિમિત્તેઅમરેલીના રાજમાર્ગો પર વ્યસન મુક્તિ અંગે વિશાલ રેલીનું પ્રસ્થાન કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા, સાંસદ નારણ કાછડીયાઅને જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયાએ લીલી જંડી આપીને કરાવેલ હતું

Amreli- Awareness rally on de-addiction was held on the highways of Amreli

છેલા 10 દિવસથી BAPS સંસ્થા ના વિદ્યાર્થીભૂલકાઓ દ્વારા પ્રમુખ સ્વામી મહારાજના 100 વર્ષના શતાબ્દી મહોત્સવ પ્રસંગને ચાર ચાંદ લાગવવા માટે અમરેલીજિલ્લાના તાલુકા મથકો અને ગામડે ગામડે ફરીને વ્યસન મુક્તિનો સંદેશ ફેલાવી રહ્યા હોય ને આજે વિશ્વ ટોબેકો દિવસ નિમિત્તેઅમરેલીના રાજમાર્ગો પર વિશાલ સંખ્યામાં એક વ્યસન મુક્તિ રેલી નું આયોજન BAPS સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું ટોબેકો દિવસે વ્યસનોથી લોકો મુક્ત થાય અને પર્યાવરણની જાળવણી ના હેતુને સાર્થક કરવાના અભિગમને સાકાર કરતી વ્યસન મુક્તિ રેલીમાં વિદ્યાર્થીઓ, શહેરીજનો હોંશભેર જોડાયા હતા

Share This Article