અમરેલી- જિલ્લાના એપીએમસી ઓમાં નવી મગફળીની આવક

Subham Bhatt
2 Min Read

અમરેલી જિલ્લાના એપીએમસી ઓમાં નવી મગફળીની આવકની શુભ શરૂઆત થઈ ચૂકી છે ને 1100 થી લઈને 1368 જેટલાનવી મગફળીના ભાવો આવતા અમરેલી જિલ્લાના ખેડૂતોને મગફળી વાવેતરથી ફાયદો થયો છે અને એપીએમસી ઓમાં ખેડૂતોનવી મગફળી લઈને ઉમટી પડ્યા છે. ઉનાળુ મગફળીનું આ વખતે ખેડૂતોએ વાવેતર પણ વધુ કર્યું હોવાથી જગતના તાત નેમગફળીમાં સારી કમાણી થવાની આશાઓ ફળીભૂત થતી જોવા મળી રહી છે ત્યારે એપીએમસી ઓમાં જ્યા જુઓ ત્યાંમગફળીના ખડકલા થયા છે ને જાહેર હરરાજીમાં ખેડૂતોને પૂરતા પોષણ શમ ભાવો મળતા હોવાનો આનંદ ચહેરા પર જોવા મળીરહ્યો છે ત્યારે અમરેલી જિલ્લામાં છેક ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના ખેડૂતો છેક સાવરકુંડલા એપીએમસી માં મગફળીના સારા ભાવો મળવાથી મગફળી વેચવા આવ્યા હતા ને ખેડૂતોને 1381 જેવો ભાવ મળ્યો હતો

Amreli- New peanut income in APMC of the district

ગીર સોમનાથ જિલ્લા માંથી અમરેલીના સાવરકુંડલા એપીએમસી સુધી મગફળી વેચવા આવેલા ખેડૂતોને 5 વિઘાની100 મણ જેટલી મગફળીનો 1 મણે 1381 જેવો ભાવ મળ્યો તો અન્ય ખેડૂતને 80 મણ જેટલી મગફળીનો 1220 જેવોભાવ મળતા ટેકાના ભાવ કરતા સારા ભાવો મળતા ખેડુતો ખુશી ખુશી થઈ ત્યારે અમરેલી જિલ્લામાં ગત વર્ષે મગફળીનું 3252હેકટરમાં વાવેતર થયેલ હતું આ વખતે 3502 હેકટરમાં વાવેતર 250 હેકટર વધ્યું છે ત્યારે તાલુકા વાઇજ વાવેતરની વાત કરીએતોઅમરેલી 206 હેકટર, બાબરા 656 હેકટર, બગસરા 769 હેકટર, ધારી 329 હેકટર, કુંકાવાવ 660 હેકટર, સાવરકુંડલા 405હેકટર, રાજુલા 231 હેકટર, અને સૌથી ઓછું જાફરાબાદ 31 અને ખાંભા માં 37 હેકટરમાં મગફળીનું વાવેતર થયેલ હતું નેએપીએમસીના સેક્રેટરી એ મગફળીની મબલખ આવક અંગે જણાવ્યું હતું કેનવી મગફળીના વાવેતર સામે ખેડૂતોને 1 હજારથી લઈને 1381 સુધીના ખેડૂતોને ભાવો મળી રહ્યા છે ને રોજની 5 હજારગુણીની શરૂઆતની આવક શરૂ થઈ છે નેહજુ નવી મગફળીની આવક શરૂ જ હોવાથી આગામી દિવસોમાં મગફળીની આવક વધુ વધશે ને ખેડૂતોને પૂરતા ભાવોનો સંતોષ પણ મળશે

Share This Article