દીવ કલેકટરે જાહેરનામું બહાર પાડી બીચ પર નાહવા પર લગાવ્યો પ્રતિબંધ

Subham Bhatt
1 Min Read

પર્યટન સ્થળ દીવમાં જિલ્લા કલેકટર ફોરમન બ્રહ્માના આદેશ અનુસાર તા. 01 જૂનથી 31 ઓગસ્ટ સુધી દીવના તમામ બીચો તેમજ દરિયામાં નાહવા પર પર્યાટકો તેમજ સ્થાનિક લોકો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પર્યાટકો બીચ પર હરીફરી શકશે, પરંતુ નાહવા કે દરિયામાં નહિ જઈ શકે. એને લઈને દીવ પોલીસ વિભાગ દ્વારા પર્યાટકો તેમજ સ્થાનિક લોકોને દરિયામાં જતા અટકાવી રહ્યા છે.

The Diu Collector issued a notice banning bathing on the beach

આમ તો કાયમી ધોરણે અહીં પોલીસનો પહેરો જોવા મળે છે. જો કે, હવેથી પોલીસ સ્ટાફ સતત તહેનાત રહેશે અને જો કોઈ પ્રવાસી છાને ખુણે દરિયા નજીક ઘૂસી નાહવાનો પ્રયાસ કરશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ પણ પોલીસ પર્યટકો તેમજ સ્થાનિક લોકોને દરિયામાં જતા અટકાવતી જોવા મળી રહી છે. જોકે, દીવમાં આવનારા પર્યટકો શહેરમાં આવેલા ઐતિહાસિક સ્થળોએ ઉપર હરીફરી શકશે.

The Diu Collector issued a notice banning bathing on the beach

હાલ ચોમાસાની શરૂઆત થતી હોવાથી દરિયામાં વધુ પ્રમાણમાં કરંટ અને પવન સાથે મોટાં મોજાં થતા હોવાથી માનવ જિંદગીને દરિયામાં જવાનો ખતરો વધી જતો હોય છે. ત્યારે જિલ્લા કલેક્ટરે આ આદેશ જાહેર કરી કલમ 144 લગાડવામાં આવી છે. અને આ બાબતે કોઈ કાયદાનું ઉલ્લઘન કરશે તો IPC 188 અને 291 ધારા હેઠળ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. આમ જો કોઈ વ્યક્તિ દરિયામાં ન્હાતા પકડાશે તો તેમની સામે એફઆરઆઈ પણ દાખલ થઈ શકે છે.

 

Share This Article