સુરત શહેર-જિલ્લામાં વિતેલા 24 કલાક માં 2 પોઝિટિવ કેસ નોંધાયા

Subham Bhatt
2 Min Read

સુરત શહેર-જિલ્લામાં વિતેલા 24 કલાકમાં 2 પોઝિટિવ કેસ નોંધાયા છે. છેલ્લા 85 દિવસથી એક પણ દર્દીનું મોત થયું નથી. હાલ સુરત શહેરમાં 9 એક્ટિવ કેસ છે. વિતેલા 24 કલાકમાં એક પણ દર્દીને કોરોનામુક્ત જાહેર કરવામાં આવ્યા નથી . જ્યારે હાલ એક દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ધીમે ધીમે સંક્રમણને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા ટેસ્ટિંગ અને રસીકરણ પર ભાર મૂકવામાં આવ્યો છે.સુરત શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 205043 લોકો કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે. કુલ 2240 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે 2 લાખથી વધુ લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. હાલ શહેર જિલ્લામાં 11 એક્ટિવ કેસ છે. ડિસ્ચાર્જનો આંકડો 2 લાખને પાર કોરોના કેસ ઘટવાની સાથે સાથે કોરોનામુક્ત થતાં દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે

In Surat city-district 2 positive cases were reported in last 24 hours

. ત્રણેય લહેરમાં કોરોનાગ્રસ્ત થયેલા લોકોમાંથી 202790 લોકો કોરોનાને હરાવીને સ્વસ્થ થયા છે. જેમાંથી જિલ્લાના 42267 લોકોનો સમાવેશ થાય છે.હાલમાં કોવિડ પોઝિટિવિટી રેટ માત્ર 0.02 ટકા જ છે. જાન્યુઆરીમાં કોરોનાના કેસ પીક પર હતા ત્યારે પોઝિટિવિટી રેટ 15 ટકા પહોંચી ગયો હતો. છેલ્લા દિવસોમાં પોઝિટિવિટી રેટ ઘટીને 0.02 ટકા થઇ ગયો છે. ત્રીજી લહેરમાં કોરોના પીક પર હતો ત્યારે રોજ 3 હજારથી વધુ કેસો સામે આવી રહ્યા હતા. છેલ્લા ઘણા દિવસથી કેસ સિંગલ ડિઝિટમાં નોંધાઇ રહ્યા હતા. સુરત મહાનગર પાલિકા આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાવાયરસ ની માહિતી અખબારી યાદીમાં સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી

Share This Article