IND Vs SA / ઇરફાન પઠાણે ભારતને આપી ચેતવણી, આ ખેલાડીને ગણાવ્યો ખતરો

Subham Bhatt
2 Min Read

દક્ષિણ આફ્રિકા સામે પાંચ મેચની T20 સીરીઝ 9 જૂનથી શરૂ થવા જઈ રહી છે. જેમાં કેપ્ટન રોહિત શર્માને આરામ આપવામાં આવ્યો છે અને ભારતીય ટીમની કમાન કેએલ રાહુલને સોંપવામાં આવી છે. આ સીરીઝમાં જ્યાં એક તરફ રોહિત શર્મા, વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહ જેવા દિગ્ગજ ખેલાડીઓ ભારતીય ટીમમાં સામેલ નથી, તો બીજી તરફ દક્ષિણ આફ્રિકાની ટીમ પોતાની તમામ તાકાત સાથે મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે.ભારતીય ટીમના પૂર્વ ઝડપી બોલર ઈરફાન પઠાણે દક્ષિણ આફ્રિકા સીરીઝ પહેલા ટીમને ચેતવણી આપી છે અને જણાવ્યું છે કે ભારત માટે સૌથી મોટી સમસ્યા દક્ષિણ આફ્રિકાની ટીમની બોલિંગ હોઈ શકે છે જે ખૂબ જ શાનદાર છે. હકીકતમાં ઈરફાન પઠાણે એક ચેનલ પર વાત કરતા જણાવ્યું કે સાઉથ આફ્રિકાની ટીમ ફોર્મમાં છે અને આ ટીમ ફાસ્ટ બોલર કાગીસો રબાડાનો એ રીતે ઉપયોગ કરી શકે છે જે રીતે મેન ઇન બ્લુ જસપ્રીત બુમરાહનો કરે છે.

IND Vs SA / Irfan Pathan warns India, considers this player a threat

પઠાણે જણાવ્યું કે રબાડા આ આઈપીએલ સિઝનમાં પંજાબ માટે રમ્યો છે અને ભારતીય પરિસ્થિતિઓમાં તેનો અનુભવ જોતાં તે દક્ષિણ આફ્રિકાના પેસ આક્રમણનું નેતૃત્વ કરશે.ઉલ્લેખનીય છે કે આઈપીએલ 2022માં રબાડાનું પ્રદર્શન સારું રહ્યું હતું, જેના વિશે વાત કરતા ઈરફાન પઠાણે જણાવ્યું કે આઈપીએલ 2022 રબાડા માટે ઘણું સારું રહ્યું છે અને તેમાં કોઈ શંકા નથી કે તે પેસ અટેક કરશે. રબાડા અત્યારે સારા ફોર્મમાં છે અને લય હાસલ કરી લીધી છે, જે તેણે ગુમાવી દીધી હતી. તે ચોક્કસપણે ખૂબ જ ક્વાલિટી બોલર છે જે ડેથ ઓવરોમાં પાવરપ્લે અને શાનદાર યોર્કર કરે છે તેમજ ઈરફાન પઠાણે જણાવ્યું હતું કે રબાડા ભારતીય બેટિંગ ઓર્ડર માટે મોટો પડકાર હશે. તેની પાસે પેસ અને પિચ-અપ બોલ છે જે ખૂબ જ ઝડપી છે અને આ પ્રકારના બોલથી તમને ભારતીય પીચો પર ઘણી વિકેટો મળે છે. આ તમામ બાબતોને કારણે તે ભારત માટે સૌથી મોટો ખતરો છે.

Share This Article