પોરબંદર સહિત રાજ્યના વીસીઇ કર્મચારીઓએ હડતાલ સ્થગીત કરી: ખેડૂતોની લોકલાગણીને લઇને હાલ પૂરતી હડતાલ સ્થગીત કરવામાં આવી

Subham Bhatt
2 Min Read
પોરબંદર સહિત રાજ્યભરના વીસીઇ કર્મચારીઓ વિવિધ માંગણીઓને લઇને હડતાલ ઉપર ઉતર્યા હતા. ગ્રામ પંચાયત વીસીઇની રર દિવસથી સતત ચાલતી લડત હાલ પુરતી સ્થગીત કરવામાં આવી છે. આ નિર્ણય મંડળ દ્વારા લેવામાં આવેલ છે. આ હડતાલથી વિદ્યાર્થી, ખેડૂતો, ગ્રામજનોને ખૂબજ મુશ્કેલી પડી રહી હતી. વીસીઇ કર્મચારીઓ છેલ્લા ૧૬ વર્ષથી ગ્રામજનો સાથે જોડાયેલા છે. વગર પગારે પણ લોકોની સેવા કરેલ હોય, વિદ્યાર્થી, ખેડૂતો, ગ્રામજનોની ભલામણ અને લોકલાગણીને ધ્યાને લઇ અચોક્કસ મુદતની હડતાલ હાલ પૂરતી સ્થગીત કરાઇ છે. સાથે જ આ મંડળે જણાવ્યું હતું કે તેમની લડત ચાલુ છે. વીસીઇ મંડળ ગામના હિતને ધ્યાને લઇ કામગીરી કરતા કરતા ડિઝીટલ ગુજરાતનો પાયાનો પથ્થર સમાન વીસીઇ કર્મચારીઓ સોશ્યલ મીડિયાના માધ્યમથી લડત આપશે અને સરકાર જ્યાં સુધી માંગણીઓ નહીં સ્વીકારે તેમજ ન્યાય નહીં આપે ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે.
State VCE workers, including Porbandar, have postponed their strike.
આ હડતાલ સામે સરકારે વીસીઇની માંગણીને ધ્યાને લઇ મહિને બે હજાર રૂપિયા, ર૦૦ રૂપિયા નેટ માટે, બે લાખ રૂપિયા વીમા કવચ, પાંચ રૂપિયાનો કમિશનમાં વધારો આપવાનું નક્કી કરેલ છે. પરંતુ વીસીઇ મંડળની મુખ્ય માંગણીઓ બાકી હોય જેથી લડત ચાલુ રહેશે. પોરબંદર જિલ્લા વીસીઇ યુનિયનના પ્રમુખ સલીમ એ. ઘાવડાએ જણાવ્યું હતું કે ગ્રામજનોને પડતી મુશ્કેલીઓને ધ્યાને રાખી તેમજ વિદ્યાર્થીઓ, ખેડૂતોની લોકલાગણીને લઇને હાલ પૂરતી હડતાલ સ્થગીત કરવામાં આવી છે. પરંતુ સોશ્યલ મીડિયાના માધ્યમથી વીસીઇ કર્મચારીઓ લડત આપશે.
Share This Article