સુરતમાં પૂર્વ સૈનિકો માટે હૃદય રોગનો નિ:શુલ્ક તપાસ કેમ્પ યોજાયો

Subham Bhatt
2 Min Read
રોગના વધતા જતા પ્રમાણને ધ્યાનમાં લઈને જાહેર જનતામાં જાગૃતિ ફેલાય એવા આશયથી સુરત જિલ્લા માજી સૈનિક સેવા મંડળ અને બેન્કર્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ-સુરત દ્વારા નિ:શુલ્ક હૃદયરોગ તપાસણી કેમ્પ યોજાયો હતો. જેમાં ૫૦ વર્ષથી ૯૨ વર્ષ સુધીના ૫૭ થી વધુ માજી સૈનિકોનું નિષ્ણાત તબીબો દ્વારા ચેકઅપ કરાયું હતું. કેમ્પમાં માજી સૈનિકો સહિત તેમના પરિવારજનોને ઉપલબ્ધ સુવિધાઓ ECG, 2D ઇકો  કાર્ડિયોલોજીસ્ટ દ્વારા કન્સલટેશન તેમજ પ્રાથમિક તપાસણી કરી હૃદયરોગ વિશે વિગતવાર જાણકારી આપવામાં આવી હતી.  કેમ્પમાં માજી સૈનિક સેવા મંડળના પ્રમુખ નરેન્દ્ર પટેલ, જનરલ સામાન્ય મંત્રીશ્રી કાંતિભાઈ માંજરાવાલા, ફાઉન્ડરશ્રી સુધીર પટેલ, પૂર્વ સૈનિક સેવા પરિષદના માર્ગદર્શક શ્રી મનમોહન શર્મા અને જયંતિભાઈ ગાંધી ઉપસ્થિત રહ્યા હતા.
A free heart disease screening camp was held for ex-servicemen in Surat
રોગના વધતા જતા પ્રમાણને ધ્યાનમાં લઈને જાહેર જનતામાં જાગૃતિ ફેલાય એવા આશયથી સુરત જિલ્લા માજી સૈનિક સેવા મંડળ અને બેન્કર્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ-સુરત દ્વારા નિ:શુલ્ક હૃદયરોગ તપાસણી કેમ્પ યોજાયો હતો. જેમાં ૫૦ વર્ષથી ૯૨ વર્ષ સુધીના ૫૭ થી વધુ માજી સૈનિકોનું નિષ્ણાત તબીબો દ્વારા ચેકઅપ કરાયું હતું. કેમ્પમાં માજી સૈનિકો સહિત તેમના પરિવારજનોને ઉપલબ્ધ સુવિધાઓ ECG, 2D ઇકો  કાર્ડિયોલોજીસ્ટ દ્વારા કન્સલટેશન તેમજ પ્રાથમિક તપાસણી કરી હૃદયરોગ વિશે વિગતવાર જાણકારી આપવામાં આવી હતી.કેમ્પમાં માજી સૈનિક સેવા મંડળના પ્રમુખ નરેન્દ્ર પટેલ, જનરલ સામાન્ય મંત્રીશ્રી કાંતિભાઈ માંજરાવાલા, ફાઉન્ડરશ્રી સુધીર પટેલ, પૂર્વ સૈનિક સેવા પરિષદના માર્ગદર્શક શ્રી મનમોહન શર્મા અને જયંતિભાઈ ગાંધી ઉપસ્થિત રહ્યા હતા.
Share This Article