શહેરના વસ્ત્રાપુરમાં રૂપિયા 1200નું ડ્રગ્સ ઓનલાઈન 3000માં વેચાતું, આરોપી 250 %નો નફો કમાતા

Subham Bhatt
1 Min Read

રાજ્યમાં હાલ ડ્રગ્સને લઈને સરકાર સતર્ક બની છે. બે જ મહિનામાં આ ટોળકીઓએ ગુજરાતના જુદા-જુદા વિસ્તારમાં 200 ગ્રામ ડ્રગ્સ વેંચ્યું હતું. ત્યારે અમદાવાદમાં વસ્ત્રાપુરના સંસર્ય એપાર્ટમેન્ટના એક ફ્લેટમાં નશીલા પદાર્થની હેરાફેરી કરી આરોપીઓ 1200નું ડ્રગ્સ ઓનલાઈન રૂપિયા 3 હજારમાં વેચી 250 %નો નફો કમાતા હતા. શહેરના વસ્ત્રાપુરમાંથી ડ્રગ્સના કારોબારમાં પોલીસે સોહિલ, બસીત અને આકાશની ધરપકડ કરી 3.637 કિલોગ્રામ ડ્રગ્સ પકડી પાડ્યું હતું. તેમજ આકાશનો ભાગીદાર તેમ જ કૌભાંડના મુખ્ય સૂત્રધાર કરણ વાઘ ઉર્ફે નાનાભાઈ વાઘ ફરાર હોવાથી તેનાં સગાં અને મિત્રોને ત્યાં પોલીસે ગુપ્ત વોચ ગોઠવી છે.

Drugs worth Rs 1,200 sold for Rs 3,000 online in Vastrapur, accused earning 250% profit

ડ્રગ્સની ખરીદી, તેનું પેમેન્ટ તેમ જ વેચેલા ડ્રગ્સનું પેમેન્ટ સહિતનું ફાઈનાન્સનું બધું જ કામ કરણ જોતો હતો. જ્યારે ડ્રગ્સ મુંબઈ, મધ્યપ્રદેશ, હિમાચલપ્રદેશથી આવી ગયા બાદ તે ફ્લેવર્ડ પ્રમાણે તૈયાર કરી ગ્રાહકો સુધી ડિવિલરી કરવાની ચેઇન આકાશ સંભા‌ળતો હતો.એમેઝોનના લોકલ વેન્ડર તરીકે આકાશ અને કરણે ક્રિષ્ના એન્ટરપ્રાઇઝ નામની કંપનીના નામથી રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેથી એમેઝોન તરફથી તેમને પૂંઠાના બોક્સ, પેકિંગ માટેની કોથળી સહિતની સામગ્રી આપવામાં આવી હતી, આ બોક્સમાં તેઓ રમકડાં, મોબાઇલ ફોન કવરની આડમાં આ ડ્રગ્સની ડિલિવરી કરતા હતા.

Share This Article