ભક્તિનગર પોલીસ દ્વારા ચોરની ધરપકડ: ચોરી સમયે કોઈને ખબર પડી જાય તો ડરાવવા માટે સાથે એરગન અને છરી રાખતો

Subham Bhatt
2 Min Read
રાજકોટમાં કારખાનામાં કામ કરતા મજૂરોના એરગનથી ડરાવી દાગીના અને મોબાઈલની તસ્કરી કરતા ચોરની ભક્તિનગર પોલીસે ધરપકડ કરી તેની પાસેથી કુલ 7 હજારનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. • ગઈકાલે રાત્રે અક્ષર કારખાનામાં રૂ.28 હજારના મુદામાલની ચોરી કરી હોવાની કબૂલાત આપી • પ્રોહિબિશનના ગુનામાં ચાર મહિનાથી નાસ્તા ફરતો આરોપી ગ્રીનલેન્ડ ચોકડીથી ઝડપાયો પોલીસે જંગલેશ્વરમાંથી ચોક્કસ બાતમીને આધારે સલીમ ઉર્ફે કાલી ઇદરિસીની ધરપકડ કરી હતી. પોલીસની પુછપરછમાં સલીમે ગઈકાલે રાત્રે અક્ષર કારખાનામાં પ્રવેશ કરી ઓરડીમાંથી મોબાઈલ ફોન,એક જોડી સોનાની કડી અને રોકડ રકમ સહિત કુલ 28 હજારના મુદામાલની ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી.
Bhaktinagar police have arrested a burglar He kept an argon and a knife with him to scare anyone who found out about the theft
જેના આધારે પોલીસે તેની ધરપકડ કરી તેની પાસેથી એરગન, છરી તેમજ રોકડ રકમ સહીત કુલ 7 હજારનો મુદામાલ કબ્જે કર્યો છે. તેમજ સોનાના દાગીના રિકવર કરવા તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપી સલીમ ઉર્ફે કાલી હમેશા પોતાની સાથે એક છરી અને એરગન રાખતો હતો. મોટાભાગે કારખાના વિસ્તારમાં ચોરી કરવા પસંદ કરતો હતો અને ઓરડીમાં દરવાજો ખુલો રાખી અથવા માત્ર અટકાવી ને સુતા હોય તો ત્યાં મજૂરો પાસે રહેલ મોબાઈલ ફોન અને રોકડ રૂપિયા ચોરી જતો હતો. આ દરમિયાન કોઈ સુતેલ વ્યક્તિ જાગે તો તેને એરગન અને છરી બતાવી ડરાવતો હતો. ઉલ્લેખનીય છે કે આરોપી સલીમ ઉર્ફે કાલી અગાઉ પણ ભક્તિનગર પોલીસના હાથે બે વખત અલગ અલગ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે.
Share This Article