બિરલા ગ્રાસિમ ઇન્ડસ્ટ્રી દ્વારા “પ્રોજેકટ ઉડાન” નો ઉદઘાટન સમારોહ મુન્શી આઇ.ટી.આઇ. ખાતે યોજાયો.

Subham Bhatt
2 Min Read

આજ રોજ તારીખ 6-6-22 ને સોમવારના રોજ હાજી એહમદ મુન્શી આઇ.ટી.આઇ. ખાતે બિરલા ગ્રાસિમ ઇન્ડસ્ટ્રી દ્વારા સ્રી સશકિત કરણના ભાગ રુપે અને નારી વર્ગને પગભર કરવાના હેતુસર મહિલાઓને ટેકિનકલ તાલીમ મળી રહે અને ઇન્ડસ્ટ્રીજ માં તેઓ પોતાનો રોજ્ગાર મેળવવા શક્ષમ બને તે હેતુસર કેમિકલ ક્ષેત્રે એક તાલીમી વર્ગ નું આયોજન કરવામાં આવેલ છે. જે “પ્રોજેકટ ઉડાન” ના નામથી પ્રચલિત કરેલ છે. જેના ઉદઘાટન સમારોહ નો એક પ્રોગ્રામ યોજ્વામાં આવેલ જેમાં બિરલા ગ્રાસિમ ઇન્ડસ્ટ્રી ના યુનિટ હેડ શ્રી રાકેશ ચોક્સી સાહેબ સહીત તેઓની ટીમ હાજર રહી હતી.

Inauguration Ceremony of "Project Flight" by Birla Grasim Industry at Munshi ITI. Held at.

સાથે-સાથે મુન્શી મનુબરવાલા મનુબરવાલા મેમો. ચેરિટેબલે ટ્રસ્ટ ના ટ્રસ્ટી શ્રી યુનુસભાઇ પટેલ સાહેબ, કારોબારી સમિતિ ના સભ્ય શ્રી સલીમભાઇ અમદાવાદી સાહેબ તથા ટ્રસ્ટના CEO શ્રી સુહેલભાઇ દુકાનદાર સાહેબ એ હાજરી આપી હતી. ઉપરાંત પ્રવેશ મેળવેલ વિધાર્થિનીઓ પણ હાજર રહી હતી.પ્રોગ્રામની શરુઆત તિલાવતે ક્લામે પાકથી કરવામાં આવી હતી. ત્યાર બાદ સંસ્થાના આચાર્ય શ્રી આરીફ પટેલ દ્વારા સ્વાગત પ્રવચન આપવામાં આવેલ ત્યાર બાદ મેહમાનોનું પુષ્પ ગુચ્છથી સ્વાગત ટ્રસ્ટના હોદ્દેદારો દ્વારા કર્યા બાદ પ્રાસંગિક પ્રવચન બિરલા ગ્રાસિમ ઇન્ડસ્ટ્રી ના AGM શ્રી હેમરાજ પટેલ, GM સાહુ અતુલજી Sr.V.P. શ્રી સુબોધ ગૌતમજી અને અંતમાં મુન્શી ટ્રસ્ટના CEO શ્રી સુહેલ દુકાનદાર સાહેબે આભાર વિધિ કરેલ. સમગ્ર પ્રોગ્રામમાં એનકરીંગ ની ભુમિકા શ્રી વાય.યુ.મતાદારે નિભાવી હતી. સદર પ્રોગ્રામ ને સફ્ળ બનાવવા માટે મુન્શી આઇ.ટી.આઇ.નો સ્ટાફ ખડે પગે હાજર રહ્યો હતો

Share This Article