ડભોઇ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ની બેઠક નાયબ કલેકટર આઈ.એચ.પંચાલ ના અધ્યક્ષતામા મળી

Subham Bhatt
1 Min Read

ડભોઇ પંથક મા આગામી વરસાદી સિઝન ને ધ્યાન મા રાખી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ની બેઠક સેવાસદન હોલ ખાતે નાયબ કલેકટર આઈ.એચ.પંચાલના અધ્યક્ષતામા યોજાઈ હતી આ પ્રસંગે ડભોઇ મધ્યગુજરાત વીજ કંપની ના અધિકારીઓ, નગરપાલિકા, વનવિભાગ, ફાયર વિભાગ સહિત ના અધિકારીઓ હાજર રાજ્ય હતા મામલતદાર ચિંતન વી. ચૌધરી સહિત સેવાસદન ના અધિકારીઓ ની હાજરી મા આગામી ચોમાસા ને લઈ પ્રિ મોન્સૂન કામગીરી ની સમીક્ષા કરવામાં આવી હતી

Dabhoi Disaster Management Meeting chaired by Deputy Collector IH Panchal

ખાસ નીચાન વાળા વિસ્તારો મા પાણી ના ભરાય નદી કિનારા ના વિસ્તારો મા પાણી આવે તો ચાંદોદ, નંદેરીયા, લુણાદરા, દંગીવાળા, બમ્બોજ, સહિત ના તેમજ વાઘોડિયા તાલુકા ના ગામો મા સાવચેતીના ભાગ રૂપ દરેક અધિકારીઓ ને હાજર રહેવા સહિત ની સૂચનાઓ કરવામાં આવી હતી સાથે વન વિભાગ ને તેમજ મધ્યગુજરાત વીજ કંપની ને પણ લાઈટ અને વૃક્ષ સંબંધી જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા ડભોઇ.નગર અને તાલુકા ની જનતા ને કોઈ હાલાકી ન પડે તે માટે ધ્યાન રાખવા સૂચનો કરાયા હતા.

Share This Article