10માં 99.54 PR છતાં અમદાવાદના શ્લોક ગાંધીને IT કે મેડિકલમાં નથી જવું, તેને આર્મી જોઇન કરવું છે!

Subham Bhatt
1 Min Read

નામ તેનું શ્લોક ગાંધી. હમણાં જ 10th બોર્ડનું રિઝલ્ટ આવ્યું, એમાં શ્લોકને 94% અને 99.54 પર્સન્ટાઇલ આવ્યા. આટલા સારા પર્સન્ટાઇલ હોય તો સ્ટુડન્ટ કે તેના પેરેન્ટ્સ બે-ત્રણ જ રસ્તા વિચારે. કાં તો એન્જિનિયર બનીને મોટી IT કંપનીમાં જવું. કાં મેડિકલમાં જઇ ડોક્ટર બનવું અથવા તો UPSC ક્રેક કરીને IAS કે IPS બનવું. આવું ઘણું થઈ શકે, પણ શ્લોક ગાંધીએ અલગ જ રસ્તો નક્કી કરી લીધો છે. તેને ગાડરિયા પ્રવાહમાં નથી જવું, તેને પ્રવાહની સામે પડવું છે. શ્લોકને આર્મીમાં જોઇન થવું છે!

શ્લોક ગાંધીના નાનાજી જગદીશભાઈ સોની છે. આ જગદીશભાઈના ભાઈ કેપ્ટન નિલેશ સોની દુશ્મનો સામે લડતાં લડતાં 12 ફેબ્રુઆરી 1987ના દિવસે સિયાચીનમાં શહીદ થયા. હું નાનપણથી મારા નાનાજીના ઘરે જતો ત્યારે તે તેમના ભાઈ શહીદ કેપ્ટન નિલેશ સોનીની વાતો કરતા. હું તેમને ફોટામાં જોતો અને નિલેશદાદા કહીને જ બોલાવતો. અત્યારે હું 10thમાં પાસ થયો, પણ હું સેકન્ડ સ્ટાન્ડર્ડમાં હતો ત્યારથી મને ઈચ્છા હતી કે આર્મીમાં જોડાવું.

Share This Article