દહેગામની ભાજપ શાસિત પાલિકામાં કમિટીની રચના મામલે ઉકળતો ચરૂ

Subham Bhatt
2 Min Read

ભાજપ શાસિત દહેગામ પાલિકામાં બે જૂથ વચ્ચેના વિખવાદને લઈને વિવિધ કમિટિના ચેરમેનોની નિમણુંકનો મામલો ગુંચવાયો છે. શુક્રવારે શરૂ થયેલ સામાન્ય સભામાં બે જૂથ વચ્ચેની મથામણો વચ્ચે સભા બે કલાક મુલતવી રાખવી પડી હતી, જે બાદ ફરી સભા શરૂ થઈ તેમાં પણ ઉકેલ ન આવતા અઠવાડિયા સુધી સભા મુલતવી રખાઈ હતી. કમિટિના ચેરમેનોના નામના પક્ષના મેન્ટેડ સાથે સંગઠનના બે નેતાઓ દહેગામ પહોંચ્યા હતા.વિપક્ષના નેતા પાલિકાના વિપક્ષનાં નેતા માર્ગેશ સક્સેનાએ જણાવ્યું હતું કે,‘ કોઈ પણ કારણ વિના સામાન્ય સભા સ્થગિત રાખી ભાજપે આંતર કલહના કારણે શહેરનો વિકાસ અટકાવી દીધો છે. ભાજપનો આંતરકલહ એટલો ઉગ્ર બન્યો છે કે તેમના 10 સદસ્યો છેલ્લા કેટલાક દિવસથી સતત મારા સંપર્કમાં છે.

The issue of formation of committee in the BJP-ruled municipality of Dahegam is simmering

જેના કારણે આગામી દિવસમાં કઈ નવાજૂની પણ થઈ શકે.’જિલ્લા ભાજપ મહામંત્રી રમણભાઈ દેસાઈએ કહ્યું હતું કે, ‘અમારી પાસે પૂરતો સમય ન હતો સામાન્ય સભા અગાઉ અમે પ્રિ બોર્ડ લાવી શક્યા ન હતા. જેથી તમામ સદસ્યો સાથે ચર્ચા કરીને આગામી સામાન્ય સભામાં કમિટીની રચના કરાશે. કોઈપણ સદસ્ય નારાજ નથી અને મેન્ડેટનો અનાદર પણ નથી થયો’ બીજી તરફ જિલ્લા પ્રભારી મહામંત્રી રમેશજી ઠાકોરે આંતરિક જૂથવાદનો ક્ષણભર મીડિયા સમક્ષ સ્વીકાર કર્યો હતો પણ ત્યારબાદ સદસ્યોમાં કોઈ જ વિવાદ નહીં હોવાનું જણાવતા કહ્યું હતું કે, ‘કમિટીઓના ચેરમેન અને સભ્યોનાં નામવાળું કવર બંધ કવર છે જે પ્રદેશ કાર્યાલય ખાતેથી સીલબંધ આપ્યું છે. તેમાં કોનું નામ છે તેની કોઈને ખબર નથી.’ આમ આ મામલે હવે આગામી દિવસોમાં આ બાબતે કેવો નિર્ણય લેવામાં આવે છે તે જોવાનું રહેશે

Share This Article