રાજકોટમાં પત્નીએ ટીપાઇ લઇ આવવાનું કહ્યું ને પતિએ મિની રેલવે જંક્શન સાથે ટીપાઇ બનાવી

Subham Bhatt
2 Min Read

રાજકોટના મુકેશભાઈ આસોડિયાએ પોતાના ઘરે એક ટીપાઇમાં રાજકોટ રેલવે જંક્શનની આબેહૂબ પ્રતિકૃતિ બનાવી છે. બે બાય દોઢ ફૂટની ટીપાઇમાં ઝીણવકપૂર્વક એક એક વસ્તુને ગોઠવી છે. આ માટે મુકેશભાઈને 25 હજારનો ખર્ચ થયો છે. તેમજ આ મિની રાજકોટ રેલવે જંક્શનને બનાવવામાં 4 મહિનાનો સમય લાગ્યો. મહેશભાઈએ આ મિની રેલવે જંક્શન પર ટ્રેન દોડાવવા 12 વોલ્ટની ડીસી મોટરનો ઉપયોગ કર્યો છે. ટેબલ પર આ દોડતી ટ્રેનો આકર્ષણનું કેન્દ્ર બની છે. દિવાળી પર પત્નીએ ઘરમાં ટીપાઇ નથી તો નવી ટીપાઇ લઇ આવો કહ્યું હતું. પણ મુકેશભાઇએ તો ટીપાઇમાં જ રાજકોટનું રેલવે જંક્શન બનાવી નાખ્યું.

In Rajkot, the wife asked to bring Tipai and the husband made Tipai along the mini railway junction

ટીપાઇ પર રેલવે સ્ટેશન બનાવવાના વિચાર અંગે મુકેશભાઈએ જણાવ્યું હતું કે, મારી પત્નીએ ઘરમાં ટીપાઇ છે નહીં તો ટીપાઇ બનાવો અથવા માર્કેટમાંથી લઇ આવો એવું કહ્યું હતું. આથી મેં દિવાળીના સમયે ટીપાઇ પર જ રાજકોટ રેલવે જંક્શન બનાવી નાખું એવો વિચાર આવ્યો. રાજકોટ રેલવે જંક્શન પર જેટલી સાધન સામગ્રી છે તે તમામ ટીપાઇની અંદર ફીટ કરી છે. વર્કિગ મોડલ સાથે બે ટ્રેન સતત ચાલુ જ રાખી છે. આ જોઇને બાળકો અને વડીલો ખુશ થાય છે.

In Rajkot, the wife asked to bring Tipai and the husband made Tipai along the mini railway junction

મુકેશભાઈએ ટીપાઇમાં આબેહૂબ રેલવે જંક્શન બનાવ્યું છે. ચાલતી ટ્રેન, રેલવે ટ્રેક, યાર્ડ, ચાની કેબીન, નાસ્તાની કેબિન, પાણીનું પરબ, પેસેન્જર તેમજ જે કાંઈ રેલવે સ્ટેશન પર જોવા મળે તે દરેકે દરેક વસ્તુને તેઓએ ખૂબ જ ઝીણવટપૂર્વક બનાવી છે. ખૂબ જ ઊંડાણપૂર્વક નિરીક્ષણ કરીને ખૂબ જ ધીરજપૂર્વક બધુ બનાવવામાં આવ્યું છે. આ ટીપાઇને જોઇને લોકોને ભારે કૌતુક થાય છે. પરંતુ કલાનો આ અદભૂત નમૂનો તમને ક્યાંય જોવા ન મળે એવો છે. ટીપાઇ જોઇને લોકો પણ કહી રહ્યા છે કે, આ તો આપણા રાજકોટીન્સ કરી શકે.

Share This Article