વડતાલ મંદિર દ્વારા સ્વામીનારાયણની 192મી અંતર્ધાન તિથિ નિમિત્તે 17 સંસ્થાઓમાં 700 લાભાર્થીઓને પ્રસાદરૂપ ભોજનનું વિતરણ કરાયું

Subham Bhatt
1 Min Read

વડતાલ સંસ્થા દ્વારા આજ રોજ નડિયાદ જિલ્લાની 17 જેટલી બાળ કન્યા મુક બધિર વૃદ્ધાશ્રમ જેવી સંસ્થાઓમાં પ્રસાદરૂપ ભોજનનું વિતરણ કરવામાં આવ્યું હતું. આજથી 192 વર્ષ પહેલા ભગવાન શ્રી સ્વામીનારાયણે ગઢપુર મુકામે પંચભૌતિક દેહનો ત્યાગ કર્યો હતો.મુખ્ય કોઠારી ડો. સંત સ્વામીએ જણાવ્યું હતું કે, શ્રીજી મહારાજનો સ્વભાવ પરદુ:ખહારી હતો. આજે તેમની તિરોધાન તિથિ છે એ સત્સંગ માટે અસહ્ય ઘડી ગણાય. આ દિવસે ભગવાનને જે પ્રિય હતા એવા લોકોની સેવા કરવાથી આશ્વાસન મળે છે.

On the occasion of 192nd disappearance of Swaminarayan, Vadtal temple distributed prasadarup food to 700 beneficiaries in 17 institutions.

એ ભાવ સાથે સંસ્થા, આચાર્ય રાકેશપ્રસાદ મહારાજની આજ્ઞાથી આવા અનેક સેવા કાર્યો કરે છે.આજે એ તિથિએ છેલ્લા ઘણા વર્ષોથી હિન્દુ અનાથાશ્રમ, મુક બધિર વિદ્યાલય, જલારામ વૃધ્ધાશ્રમ, ઉત્તર બુનિયાદ કન્યા વિદ્યાલય, આનંદધામ, જાગૃતિ મહિલા સંગઠન, જલારામ વિસામો વગેરે 17 જેટલી સંસ્થાઓમાં 700 જેટલા લાભાર્થીઓને પ્રસાદરૂપ ભોજન આપવામાં આવ્યું હતું. આ સમગ્ર વ્યવસ્થા શ્યામવલ્લભ સ્વામી તથા વડતાલ સંસ્થાના સ્વયંસેવકો દ્વારા કરવામાં આવી હતી.

Share This Article