ડભોઇ બોરીયાદ રોડ ઉપર હાઈવા એ જુપિટર ચાલકને ટક્કર મારી મોત નિપજવ્યું

Subham Bhatt
1 Min Read

ડભોઇ બોરીયાદ નજીક હિટ એન્ડ રન ની ઘટના બની. સમગ્ર બનાવ મા મૂળ શિનોર ના અને વડોદરા રહેતા ભાવેશભાઈ પટેલ નોં પુત્ર કુશ ભાવેશભાઈ પટેલ સંખેડા તાલુકા ના સ્વામી નારાયણ મંદિર રહી અભ્યાસ કરતો હતો. યુવક બપોરે 1 વાગ્યા ના સુમારે ડભોઇ કોલેજ મેદાન ખાતે ક્રિકેટ ની ટ્રેનિંગ માટે આવતો હતો

The Jupiter driver was killed on the highway at Dabhoi Boriyad Road

ત્યારે ડભોઇ તાલુકા ના બોરીયાદ ગામ નજીક પુર ઝડપે દોડતાં રેતી ભરેલા હાઈવા ચાલકે યુવક ની જયુપીટર મોપેડ ને અડફેટે લેતા યુવક રોડ ઉપર ફંગોડાયો હતો તેને માથા ભાગે ગંભીર ઇજાઓ થતા યુવક નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે અજાણ્યો હાઈવા ચાલક અકસ્માત સર્જી ભાગી ગયો હતો ડભોઇ પોલીસ ને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પોહોંચી યુવક ના મૃતદેહ ને પી.એમ.માટે મોકલી આપી ભાગી છૂટેલા હાઈવા ટ્રક ચાલક ને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા છે.

Share This Article