ફિલ્મ ‘ઉજડા ચમન’નું ટ્રેલર રિલીઝ – ફિલ્મમાં જોવા મળશે સન્ની સિંહ

admin
1 Min Read

આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘બાલા’ થોડાં સમય પહેલાં ચર્ચામાં આવી હતી. આ ફિલ્મમાં યુવક ઉંમર કરતાં પહેલાં ટાલિયો થઈ જાય છે. હવે, આ જ કોન્સેપ્ટ પર આધારિત ફિલ્મ ‘ઉજડા ચમન’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં ‘પ્યાર કા પંચનામા’ ફૅમ સન્ની સિંહ લીડ રોલમાં છે. ફિલ્મમાં 30 વર્ષીય યુવકના સમય કરતાં પહેલાં વાળ જતા રહે છે. આ ફિલ્મનું ટ્રેલર કમાલનું છે……..સન્ની સિંહ લીડ રોલમાં છે અને તેણે ચમન કોહલીનું પાત્ર ભજવ્યું છે. ચમન કોહલી હિંદીનો લેક્ચરર હોય છે. ઉંમર કરતાં પહેલાં તેના વાળ જતા રહ્યાં હોવાથી તેના સાથી કમર્ચારી, બોસ, ફ્રેન્ડ્સ તથા પરિવાર તેની મજાક ઉડાવે છે.

ચમન કોહલીને છોકરીઓ પણ લગ્ન માટે રિજેક્ટ કરી નાખે છે……..આ ફિલ્મની ટેગલાઈન આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘બાલા’ની મજાક ઉડાવતી હોય તે રીતની છે. ફિલ્મની ટેગ લાઈન ‘ટકલે કી પહેલી ઔર અસલી ફિલ્મ’ આવી છે…..આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘બાલા’ને મળતી આવે છે. આયુષ્માન ખુરાનાને ઍલોપીસિયા (માથાના વાળ જલ્દી જતા રહેવા) નામની બીમારી હોય છે……આ ફિલ્મને ડિરેક્ટર અમર કૌશિકે ડિરેક્ટ કરી છે અને ફિલ્મના પ્રોડ્યૂસર દિનેશ વિજન છે. ફિલ્મમાં ભૂમિ પેડનેકર, યામી ગૌતમ, સૌરભ શુક્લા, સીમા પાહવા, મનોજ પાહવા તથા જાવેદ જાફરી છે. આ ફિલ્મ 22 નવેમ્બર, 2019ના રોજ રિલીઝ થવાની છે.

 

Share This Article