અમરેલી એસટીની એપ્રીલ કરતા મે માસમાં 91 લાખની આવક વધી

Subham Bhatt
1 Min Read

અમરેલી એસટી તંત્રએ એપ્રીલ કરતા મે માસમા 91 લાખની આવક વધી હતી. વેકેશન સમયગાળાના કારણે એક જ માસમાં એસટીમાં 2.22 લાખ મુસાફરો વધ્યા હતા. વેકેશન દરમિયાન લાંબા અંતરની એસટી બસોમાં મુસાફરોને ભારે ઘસારો જોવા મળ્યો હતો. તો ધાર્મિક સ્થળની સાથે સાથે પ્રવાસન સ્થળે પર મુસાફરો વધ્યા હતા.એસટી ડિવીઝન હેઠળ અમરેલી, રાજુલા, બગસરા, ધારી, કોડિનાર, સાવરકુંડલા અને ઉના ડેપોનો સમાવેશ થાય છે.

Amreli ST's revenue increased by Rs 91 lakh in May over April

આ તમામ ડેપોમાં એપ્રીલ માસમાં 9.40 કરોડની આવકની સામે મે માસમાં એસટીની 91 લાખની આવક વધી 10.31 કરોડ સુધી આવક પહોંચી ગઈ હતી. સાથે સાથે એપ્રીલ માસમાં એસટીમાં 19.63 લાખ લોકોએ મુસાફરી કરી હતી. મે માસમાં 2.22 લાખ મુસાફરો વધી 21.85 લાખ મુસાફરોએ મુસાફરી કરી હતી.એસટી ડિવીઝનમાં એપ્રીલ માસમાં 276 વાહનો રસ્તા પર દોડ્યા હતા. તો મે માસમાં એસટીએ 278 વાહનોનું સંચાલન કર્યું હતું. એસટી વિભાગના સુત્રોએ જણાવ્યું હતું કે જાન્યુઆરથી 7 જુન સુધીમાં 10437 મુસાફરોએ ટીકીટ બુકીંગ કરી હતી. જેની એસટી તંત્રને રૂપિયા 2011157ની આવક થઈ હતી.

Share This Article