બગસરામાં નગરપાલિકા ખોદેલા ખાડામાં બાળક ડૂબી જતા માંડ બચ્યો

Subham Bhatt
1 Min Read

બગસરા નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરના રિપેરિંગ કામ માટે કેટલાય દિવસથી બગસરા મામલતદાર કચેરી પાસે ઊંડો ખાડો ખોદવામાં આવેલો હતો. આજે આવેલા વરસાદને કારણે આ ખાડામાં પાણી ભરાતા નજીકમાં કોઈ પ્રકારનું સાઈન બોર્ડ ન હોવાને કારણે લોકો સામાન્ય રીતે અવરજવર કરી રહ્યા હતા. તેવા સમયે એક દસ વર્ષનો બાળક અચાનક આ ખાડામાં સાયકલ સાથે પડી ગયો હતો.

The child barely escaped drowning in a pit dug by the municipality in Bagasara

ગટર માટે ઉંડી ટાંકી તૈયાર કરવામાં આવેલી હોય નજીકના લોકો સતર્કતા બતાવી ઝડપથી તે બાળકને બચાવી લીધેલ ન હોત તો આ બાળકને ગંભીર ઈજા કે મૃત્યુ પણ થઈ શકે તેમ હતી. પાલિકા દ્વારા રીપેરીંગ કામ સમયે કોઈપણ સ્થળોએ સાવધાનીના કોઈ પ્રકારના બોર્ડ લગાવવામાં આવેલ ન હોવાથી આવી ઘટનાઓ બનવા પામે છે.

Share This Article