આણંદ જિલ્લામાં PHCના 75 પેટા કેન્દ્રનું કામ ઘણાં‎ સમયેથી ટલ્લે‎

Subham Bhatt
2 Min Read

આણંદ‎ કેન્દ્ર સરકાર દ્વારા દેશના તમામ ગામોમાં લોકોને‎ સરકારી આરોગ્ય સુવિધા પોતાના ગામ કે‎ નજીકમાં મળી રહે તે માટે સતત પ્રયત્નશીલ રહે‎ છે. પરંતુ હજુ પણ મોટાભાગના ગામોમાં‎ સરકારી સારવાર માટે 5 થી 10 કિમી દૂર જવાનો‎ વખત આવે છે. આણંદજિલ્લા આરોગ્ય વિભાગ‎ દ્વારા જિલ્લાના 52 પીએચસી કેન્દ્ર હેઠળ ગ્રામ્ય‎ વિસ્તારમાં 90 પેટા કેન્દ્ર શરૂ કરવા માટે મંજૂરી‎ આપવામાં આવી છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં જે‎ તે પંચાયતના સ્થાનિક પ્રશ્ન અને જગ્યાનો‎ અભાવ તેમજ આરોગ્ય વિભાગ ના બાંધકામ‎ વિભાગ પાસે પુરતો સ્ટાફ નથી.જેના કારણે‎ દરેક પેટા કેન્દ્ર બનાવી શકે તેમ ન હોવાથી‎ હાલમાં જિલ્લામાં માત્ર 15 પેટા કેન્દ્ર કાર્યરત‎ છે.

The work of 75 sub-centers of PHC in Anand district has been delayed for a long time

જયારે બાકીના 75 પેટા કેન્દ્રની કામગીરી‎ ખોરંભે પડી છે.તેમજ આરોગ્ય વિભાગ‎ જવાબદારી નક્કી થઈ શકી નથી જેના પગલે‎ ઘણા પેટા કેન્દ્ર કામ શરૂ થયું નથી.‎ આણંદ જિલ્લામાં 1 પીએચસી કેન્દ્ર દીઠ 10 થી‎ 15 ગામો અને નાના પરાનો સમાવેશ કરવામાં‎ આવેલો છે.જેમાં કેટલાંક ગામો તો પીએચસી‎ કેન્દ્ર થી 7 થી 10 કિમી દૂર આવેલા છે. તેમજ‎ પેટા કેન્દ્ર ન હોવાથી તેઓને સરકારી મફત‎ સારવારનો લાભ મળતો નથી. ગામડાઓમાં‎ પેટા કેન્દ્ર ન હોવાથી ગર્ભવતી મહિલા અને‎ બાળકોને પોષણ યુકત આહાર સહિતની‎ યોજનાનો લાભ સમયસર મળતો નથી. પરાં‎ વિસ્તારમાંથી 8 કિમી દૂર જવા માટે કોઇ તૈયાર‎ ન હોવાથી સારવારથી વંચિત રહી છે. જેને લઇને‎ સરકારનો હેતું સર થતો નથી.‎

Share This Article