દેવભૂમિ દ્વારકા પંથકમાં વાવણીલાયક વરસાદ થતા ખેડૂતોએ બળદોને કુમકુમ તિલક કરી વાવેતરના શ્રીગણેશ કર્યા

Subham Bhatt
1 Min Read

દેવભૂમિ દ્વારકાના ગ્રામ્ય વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ થતાં તેમજ આગામી દિવસોમાં વાવણીલાયક વરસાદ થવાના વરતારાને લઇ ખેડૂતોએ વાવણીના શ્રીગણેશ કરી દીધા છે. ખેડૂતોએ કપાસ અને મગફળીના વાવેતર કરવાનું શરૂ કર્યું છે.દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા કલ્યાણપુર અને ભાણવર પંથક સહિતના જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ વરસ્યો છે.

In Devbhoomi Dwarka panth, farmers started sowing kumkum tilak after sowing rains.

ત્યારે ખંભાળિયા તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં સારા પ્રમાણમાં વરસાદ થયો છે. જ્યારે ગામોમાં ધોધમાર વરસાદ થતાં નદી-નાળાઓ પુર પણ આવ્યા હતા. તેમજ કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ગામોમાં વાવણી લાયક વરસાદ વરસ્યો હતો. વરસાદે વિરામ આપ્યો હોવાથી ખેડૂતોએ વાવણીના શ્રીગણેશ કરી બળદોને કુમકુમ તિલક કરી અને મોં મીઠા કરાવી શુભ ચોઘડીએ હરખની લાગણી સાથે ચોમાસા પાકની વાવણીના શ્રીગણેશ કર્યા છે.

Share This Article