કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા સુંદર આયોજન

admin
1 Min Read

મહાત્મા ગાંધીનું સ્મરણ દેશ માટે અણમોલ સંપત્તિ સમાન છે. લોકો માને કે ન માને ગાંધી આ દેશને માટે પ્રેરકબળ બની રહ્યા છે, દિશાઓ ચીંધતા રહ્યા છે. ગાંધીજી વિના પણ દેશને સ્વતંત્રતા મળી ગઈ હોત ખરી, પણ તેનું સ્વરૂપ કેવું હોત તે કલ્પી શકાય તેમ નથી. અખંડ ભારતમાંથી પાકિસ્તાન છૂટું પડ્યું તે પછીનો પ્રદેશ પણ અકબંધ રહી શક્યો હોત કે કેમ તેની કલ્પના થઈ શકે તેમ નથી. કેમ કે હિંદ છોડતી વેળાએ બ્રિટિશરો તેના હિંદુ, પાકિસ્તાન અને રાજવીસ્તાન એમ ત્રણ ભાગ કરવા માગતા હતા. ગાંધીજીની લડતોમાં તાલીમ પામેલા સરદાર વલ્લભભાઈ પટેલ જ તેને એકસૂત્ર રાખી શક્યા ત્યારે સમગ્ર રાજ્યમાં બીજી ઓક્ટોબર મહાત્મા ગાંધી જયંતી અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડીસા શહેરના મુખ્ય બજાર માં આવેલ ગાંધીજીની પ્રતિમાને આજે બીજી ઓક્ટોબર નિમિત્તે ગાંધી જયંતી હોવાથી ડીસા શહેર કોંગ્રેસ દ્વારા ગાંધીજીની પ્રતિમાને ફુલહાર અર્પણ કર્યા હતા ત્યારે આયોજન દરમિયાન ડીસા શહેર કોંગ્રેસ પ્રમુખ ઉપપ્રમુખ તથા ડીસા નગરપાલિકા પૂર્વ પ્રમુખ વિપુલભાઈ શાહ. કરિયાણા મર્ચન્ટ એસોસિએશન ના પ્રમુખ જગદીશભાઈ મોદી તથા કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજરી આપી વિશાળ સંખ્યામાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું

Share This Article