સાબરકાંઠા જિલ્લામાં સુગંધિત ચંદન ચોરી કરનાર આખરે જિલ્લા પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી લીધા

Subham Bhatt
2 Min Read

સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકામાં આસપાસ ગ્રામ્ય વિસ્તારમાં મોટા પ્રમાણમાં ચંદનની ખેતી કરવામાં આવે છે.  ત્યારે ઇડર પંથકમાં તૈયાર થયેલ કિંમતી ચંદનના ઝાડ કેટલાય સમયથી ચોરી થઈ રહી છે ત્યારે પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે ઝડપાયેલા આરોપીઓએ ઇડર આસપાસ થી કિંમતી ચંદન ચોર્યા હોવાની કબૂલાત કરી હતી બાદમાં પકડાયેલ આરોપીઓ દ્વારા ચોરીમાં મદદગાર અન્ય આરોપીઓના નામો પણ જાહેર કર્યા હતા જેમાં ત્રણ મહિલા,ત્રણ કિશોરો સહિત અન્ય એક રીલિવર સહિત તમામ ૧૦ જેટલા આરોપીઓ કિંમતી ચંદનની ચોરી આચરતા હતા.આરોપીઓ દિવસે રુદ્રાક્ષ અને મહિલાઓની કટલરી વેચાણ માટે ગામડાઓમાં ફરતા હતા એ દરમિયાન ચંદનના ઝાડની રેકી કર્યા બાદ રાત્રીના સમયે ચંદનના ઝાડને કરવત વડે કાપી ચોરી કરતા હોવાની કબૂલાત કતી છે.

The district police finally nabbed three accused for stealing fragrant sandalwood in Sabarkantha district

ઇડર તાલુકાના ઇડર પોલીસ મથકે ચોરીના સાત ગુન્હા અને જાદર પોલીસ મથકે એક એમ આઠ જેટલા ગુન્હા નોંધાયેલ છે જેની આરોપીઓ એ કબૂલાત પણ કરેલ છે તો બીજી તરફ આરોપીઓ એ અત્યાર સુધી અંદાજીત ૧૫ લાખ રૂપિયાની કિંમતનું કિંમતી ચંદન ઉત્તર પ્રદેશ ખાતે વેચાણ કરી લીધું છે.જિલ્લામાં થી ચોરાયેલ કિંમતી ચંદન માંથી પોલીસે ચાર લાખ રૂપિયા નું ચંદન ઝાડ રિકવર કર્યું છે.આરોપીઓએ ઈડરના ચાંડપ, સૂર્યનગર કંપા, બડોલી, ફિંચોડ સહિતના ગામોમાંથી ચંદનના કિંમતી ઝાડ ની ચોરી થઈ હતી. આ ચોરી આચરનાર ગેંગ છેલ્લા ત્રણ મહિનાથી ઇડર પંથકમાં તરખાટ માચાવતી હતી. ચોરી આચરનાર આરોપીઓ મૂળ મધ્યપ્રદેશના છે તો ચોરી કરેલ ચંદન આરોપીઓ ઉત્તર પ્રદેશના કનૌજ ખાતે વેચાણ કરતા હતા.

Share This Article