ડભોઇ મહુડી ભાગોળ વસાઈવાલી જિન મા જુગાર રમતા 5 રંગે હાથે ઝડપાયા

Subham Bhatt
1 Min Read

જિલ્લા પંથકમાં છેલ્લા કેટલાક સમયથી દારૂ-જુગારની બદી વધી જવા પામી છે, ત્યારે વડોદરા જિલ્લા‌ પોલીસ વડા રોહન આનંદ ના માર્ગદર્શન નીચે ડભોઇ પોલીસ સ્ટેશનના નવ નિયુક્ત પી.આઇ એસ જે વાઘેલા એક્શન મોડમાં આવતાં મળેલી બાતમી આધારે પીઆઇની સૂચના મુજબ ડિસ્ટાફ ના પોલીસ જવાનોએ મહુડી ભાગોળ બહાર વસાઈ વાલા જીન પાસે પત્તા પાનાનો હારજીતનો જુગાર રમતા અરબાઝ મહંમદહુસેન મન્સૂરી, સિકંદર અનવરહુસેન મણીયાર, મુસ્તાક યુસુફ મન્સૂરી, અબ્દુલ યુસુફ મન્સૂરી, અજિત શાંતિલાલ વસાવા તમામ ડભોઇ નાઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડતા જુગારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

Dabhoi Mahudi Bhagol Vasaiwali Jin Ma Gambling

જુગારીઓ ને છોડાવા પીઆઇ ઉપર ફોન રણીકી ઉઠીયા હતા.પરતુ પીઆઇ કોઈ ની પણ શહે શરમ રાખ્યા વિના કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. જુગાર રમતા ઝડપાયેલાકુલ ૫ શખ્સોની અંગ જડતી રુપિયા ૧૫૩૧૦ તેમજ દાવ ઉપર ૮૩૫૦ કુલ મુદામાલ મળી રૂપિયા ૨૩૬૬૦ ઝડપી પાડતા જુગારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.આગળની વધું કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Share This Article