ભારતમાં લોન્ચ થઈ રહેલ Citroen C3 કારની કઈક આવી છે ખૂબીઓ

Subham Bhatt
4 Min Read

Citroen ભારતીય માર્કેટમાં પોતાનો પગપસેરો કરવા માગી રહી છે. ફ્રેન્ચ કાર નિર્માતા કંપની દ્વારા અગાઉ C5 Aircross કાર લોન્ચ કરવામાં આવી હતી અને હવે કંપની દ્વારા ટૂંક સમયમાં ભારતમાં Citroen C3 કાર લોન્ચ કરવામાં આવનાર છે. તેવામાં આજે અમે તમને Citroen C3નો સંપુર્ણ રિવ્યૂ જણાવીશું, જેમાં તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી જશે કે આખરે આ કાર શું છે, આ કારમાં કયા ફીચર્સ આપવામાં આવ્યા છે, તેમાં શું સારું છે અને શું ખરાબ, તે ચલાવવામાં કેવી છે અને સૌથી મોટી વાત કે, સબ કોમ્પેક્ટ SUV માર્કેટમાં આ કાર અન્ય કારને ટક્કર આપી શકશે કે કેમ. ડિઝાઈનની વાત કરીએ તો, Citroen C3ની ડિઝાઈન C5 Aircross જેવી જ છે. તેના ફ્રન્ટમાં ક્રોમ ગ્રીલ આપવામાં આવી છે, જે કંપનીના યુનિક લોગો સાથે મેચ થઈ જાય છે.

The Citroen C3 car being launched in India has some of the highlights

આ SUVમાં હેડલાઈટ અને ફ્રોગલેમ્પ માટે હેલોજન બલ્બ સાથે twin-pod LED DRLs આપવામાં આવ્યા છે. અને તેની નીચે ફોક્સ સ્કફ પ્લેટ સાથે હેક્ઝાગોનલ એર ડેમ આપવામાં આવ્યા છે. આ કાર તેની ટક્કરની અન્ય કાર કરતાં દેખાવમાં ખુબ જ આકર્ષક લાગે છે. અને તેની ફ્રેન્ચ ડિઝાઈન ઉડીને આંખે વળગે તેવી છે.

The Citroen C3 car being launched in India has some of the highlights
કારમાં 15 ઈંચના સ્ટીલ વ્હીલ્સ આપવામાં આવ્યા છે. અને કારની એક ખરાબ વાત એ છે કે, તમને ટોપ વેરિયન્ટમાં પણ એલોય વ્હીલ્સ નહીં મળે. આ એક એસેસરી છે, જે તમને અલગથી ખરીદવી પડશે. બેક ડિઝાઈનની વાત કરીએ તો, ઓરેન્જ કલરને કારણે બેકમાંથી પણ કાર આકર્ષક લાગે છે. ટેઈલ ગેઈટની ડિઝાઈન એકદમ ક્લિન હોવાથી આ કાર યુનિક દેખાઈ છે.

ફોગ લેમ્પની પાસે ઓરેન્જ એસેન્ટ આપવામાં આવ્યો છે, વિંગ મિરર્સ પર, સાઈડ ડોર ક્લેડિંગ્સ પર અને રિયર બમ્પર પર, જે કારને આકર્ષક બનાવે છે. તમે આ કલરને ક્રોમ અથવા ગ્રે કલરમાં કસ્ટમાઈઝ પણ કરાવી શકો છો.
Citroen C3ની લંબાઈ 3,981 mm, પહોળાઈ 1,733 mm અને ઊંચાઈ 1,604 mm છે. તેનું વ્હીલબેઝ 2,540 mm છે, જે તેની રાઈવલ Tata Punch (2,445 mm) અને Nissan Magnite & Renault Kiger (2,500 mm) કરતાં વધારે છે.

The Citroen C3 car being launched in India has some of the highlights
Citroen C3ના ઈન્ટિરિયરની વાત કરીએ તો, કેબિનને એકદમ ફંકી લૂક આપવામાં આવ્યો છે. તેમાં ઓરેન્જ અને ગ્રે કલરનું ડ્યુઅલ ટોન કોમ્બિનેશન જોવા મળશે. અને જો તમને ઓરેન્જ કલર ન ગમતો હોય તો, તમે કલરને કસ્ટમાઈઝ કરી શકો છો.
કારમાં 10 ઈંચની ઈન્ફોટેઈનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે, જે વાયરલેસ એપલ કાર પ્લે અને એન્ડ્રોઈડ ઓટોને સપોર્ટ કરે છે. અને સેગમેન્ટ પ્રમાણે આ ડિસ્પ્લે ખુબ જ સારી રીતે કામ કરે છે. તેનું ટચ રિસ્પોન્સ ખુબ સારું છે અને સ્ક્રીનની બ્રાઈટનેસ પણ સારી છે. આ ઉપરાંત અમને આ કારના સ્પીકર્સની સાઉન્ડ ક્વોલિટી પણ પસંદ આવી હતી. આ કારમાં ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર આપવામાં આવ્યું છે, જે તમને જરૂરી માહિતી આપે છે, પણ અહીં ટેકોમીટરની કમી અનુભવાય છે.

The Citroen C3 car being launched in India has some of the highlights
કારમાં મેન્યુઅલ એર કંડિશનિંગ આપવામાં આવ્યું છે અને તેમાં ચંકી રોટરી ક્નોબ્સ એસી વેન્ટ આપવામાં આવ્યા છે. અને તેની નીચે બે મોટા કપ હોલ્ડર પણ આપવામાં આવ્યા છે. સ્ટીયરિંગ વ્હીલ માટે ફ્લેટ બોટમ ડિઝાઈન આપવામાં આવી છે અને તેને પકડતાં એક સારો અનુભવ થાય છે. સ્ટીયરિંગ વ્હીલ પણ આપવામાં આવેલાં ઓડિયો કંટ્રોલ માટેના બટનની પ્લાસ્ટિક ક્વોલિટી હજુ વધારે સારી થઈ શકતી હતી.
Citroen C3માં બે એન્જિન ઓપ્શન આપવામાં આવ્યા છે- 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે 1.2 લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન અને 6 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે 1.2 લિટર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન. અમે પ્રથમ 1.2 લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન કાર ચલાવી હતી, જે 82 bhp અને 115 Nm પાવર જનરેટ કરે છે. આ કારનું એન્જિન અન્ય કાર્સની સરખામણીમાં સારું છે. શહેરી વિસ્તાર માટે આ એન્જિન સારું છે. જ્યારે 1.2 લિટર ટર્બોચાર્જ્ડ એન્જિનનું પર્ફોર્મન્સ ખુબ જ દમદાર છે. પણ ગીયર બદલતાં સમયે તમને જર્કનો અનુભવ થશે.

Share This Article