નારી તું ના હારી! બોમ્બબ્લાસ્ટમાં બંને હાથ ગુમાવ્યા હવે આ મહિલા લોકોના હક માટે લડે છે

Subham Bhatt
3 Min Read

માત્ર 13 વર્ષની ઉંમરે એક ગ્રેનેડ હુમલામાં પોતાના બંને હાથ ગુમાવી ચૂકેલી માલવિકા અય્યરને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદએ નારી શક્તિ સન્માનથી સન્માન કર્યું. માલવિકા આજે એક ઇન્ટરનેશનલ મોટિવેશનલ સ્પીકર, ડિસેબલ્ડના હક માટે લડનારી એક્ટિવિસ્ટ, સોશિયલ વર્કમાં પીએચડીની સાથે ફેશન મૉડલ તરીકે જાણીતાં છે. માલવિકા જણાવે છે કે જ્યારે તેઓ 13 વર્ષની હતાં ત્યારે બીકાનેર બોમ્‍બ બ્લાસ્ટમાં તેમણે પોતાના બંને હાથ ગુમાવી દીધા હતા. આ ઘટનામાં હાથની સાથે તેમના બંને પગે ગંભીર ઈજાઓ થઈ હતી. તેઓએ જણાવ્યું કે તે સમયે મને કંઈ જ સમજ નહોતી પડતી. તે સમયે શિક્ષણે મારામાં આત્મવિશ્વાસ પરત લાવવામાં મદદ કરી. માલવિકાએ જણાવ્યું કે તેઓએ ધોરણ-10ની પરીક્ષા એક પ્રાઇવેટ કોચિંગ સેન્ટરથી અભ્યાસ કરીને આપી. તેઓએ પરીક્ષામાં એક રાઇટરની મદદ લીધી અને 3 મહિનાની તૈયારીમાં જ 97 ટકા મેળવ્યા. માલવિકાએ જણાવ્યું કે ત્યારબાદ તેઓએ ક્યારેય પાછળ વળીને નથી જોયું અને ક્યારેય પોતાના પર દયા નથી ખાધી.

Don't lose woman! After losing both hands in a bomb blast, this woman now fights for people's rights

માલવિકાએ જણાવ્યું કે, જ્યારે બોમ્બે મારા બંને હાથોને ખરાબ કરી દીધા તો ડૉક્ટરોએ મારો જીવ બચાવવા અનેક પ્રયાસો કર્યો મારી સારવાર દરમિયાન કેટલીક સર્જિકલ ભૂલો પણ થઈ. તેઓએ જણાવ્યું કે સર્જિકલ ભૂલોનો અર્થ એ છે કે તેમના હાથના અણીદાર હાડકા માંસથી ઢંકાવાને બદલે ઉભરેલી રહી ગઈ. તેઓએ કહ્યું કે તેનાથી મુશ્કેલી એ છે કે તેની પર નાની ઈજા પણ જાય છે તો બહુ દુખાવો થાય છે. જોકે, ડૉક્ટરોની આ ભૂલ કામની પુરવાર થઈ. હવે આ હાડકાં તેમના માટે આંગળીનું કામ કરે છે. તેઓએ જણાવ્યું કે આ હાડકાની મદદથી તેઓએ પોતાની પીએચડીની થિસિસ ટાઇપ કરી.

Don't lose woman! After losing both hands in a bomb blast, this woman now fights for people's rights

માલવિકાએ જણાવ્યું કે, આ હાડકાંની મદદથી તેઓ આરામથી ટાઇપ કરી શકે છે. તેઓએ કહ્યું કે મારા દરેક ડગલાં પડકારોથી ભરેલા હતાં. હું દિવ્યાંગોની સાથે ભેદભાવ દૂર કરવા માટે કરી રહી છું, તેની સાથે જ હું દિવ્યાંગોને સાર્વજનિક સ્થળો પર સુગમ પ્રવેશ અપાવવા માટે કામ કરી રહ્યો છું. તેઓએ કહ્યું કે મારે મારી સ્કૂલ, મારું વર્ક પ્લેસ અને મારા સમાજે અપનાવી છે. જો કોઈને સમાજ પૂરી રીતે અપનાવે છે તો તે વ્યક્તિ જીવનમાં બધું મેળવી શકે છે. તેઓએ કહ્યું કે હું એવા ભારતનું સપનું જોવું છું, જેમાં મતભેદો છતાંય આપણે એક-બીજાને અપનાવી શકીએ. તેઓએ કહ્યું કે સ્વીકાર્યતા જ તે પુરસ્કાર છે જે આપણે પોતાને આપી શકીએ છીએ. તેઓએ કહ્યું કે #SheInspiresUs અભિયાન માટે હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો આભાર વ્યક્ત કરું છું. જેથી અમે તે મહિલાઓની સફળતાની કહાણી જાણી શકીએ, જે આપણને પ્રેરિત કરે છે.

Share This Article