ભરૂચ : ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી કરાઇ

admin
2 Min Read

૨ જી ઓક્ટોબર એટલે ગાંધીજયંતી સાર્વજનિક હાઇસ્કુલ ભરૂચના કાવીમાં મહાત્મા ગાંધીજીની ૧૫૦ મી જન્મજયંતી ની ઉજવણી કાર્યક્રમ ના ભાગ રૂપે વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારના આઠ કલાકે શાળાના આચાર્યશ્રી શિક્ષકો અને વિદ્યાર્થીઓ પ્રાર્થનાખંડમાંભેગા થઇ પ્રાર્થના રજુ કરી હતી. ત્યાર બાદ નરસિંહ મહેતા રચિત ગાંધીજી નું પ્રિય ભજન વૈષ્ણવજનતો તેને કહીએ ધોરણ ૯ (ક) ની વિદ્યાર્થીઓ દ્વારા સામુહિક ગાન કરવામાં આવ્યું હતું.શાળાનાં આચાર્યશ્રી હારૂન સાહેબ અને શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને સદાચાર, અહિંસા સેવા ગાંધીજીના પ્રેરક પ્રસંગો વિશે માહિતી નીલોફર મેડમે તેમજ અનવર સાહેબે પ્રર્વતમાન સમયમાં ગાંધીજીના વિચારો અને કાર્યો વિશેની સમજ આપી હતી. શાળાનાં ઉચ્ચ માધ્યમિક શિક્ષક અને ઇકો કલબના કન્વીનર પટેલ કદીર સાહેબ (સેગવાવાલા) એ સીંગલ-યુઝ પ્લાસ્ટીક ઉપર પ્રતિબંધ મુકવામાં આવેલ છે. અને મુદસીર સાહેબે પ્રતિજ્ઞા લેવડાવી હતી.ભારત સરકારનાં પર્યાવરણ વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા એક અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. ભારતના લાલ કિલ્લા પરથી ૭૩ સ્વતંત્રતા દિવસ નિમિતે રાષ્ટ્ર ને સંબોધન કરતા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી એ જણાવ્યું હતું કે સીંગલ-યુઝ પ્લાસ્ટીક પર્યાવરણ માટે સારૂ નથી અને લોકોને સીંગલ-યુઝ પ્લાસ્ટીક પર્યાવરણ માટે ખતરારૂપ હોય આપણે બધા તેને નાબુદ કરવા પ્રયત્ન કરીએ સદર બાબતોને ધ્યાને લઇને વિદ્યાર્થીઓમાં આ નિયમ શાળા કક્ષાએથી દ્વઢ થાય અને સમાજમાં તેનું અનુકરણ થાય તે હેતુથી પ્લાસ્ટીક મુક્ત ભારતનો સંકલ્પ (પ્રતિજ્ઞા) લેવડાવ્યો હતો. ત્યાર બાદ શાળાનાં આચાર્યશ્રી શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા શાળામાં રસ્તાઓ જાહેર જગ્યાઓ પર સ્વચ્છતા અભિયાન ચલાવ્યું હતું. શાળા પરિસર તેમજ આસપાસના વિસ્તારને પ્લાસ્ટીક મુક્ત બનાવવાની નૈતિક જવાબદારી ઉપાડી લીધી હતી…

Share This Article