ખંભાળિયા શહેરમાં સ્વચ્છતા ઝુંબેશના ધજાગરા

admin
1 Min Read

દેવભૂમિ દ્વારકા જીલાના ખંભાળિયા નગરપાલિકાના સતાધીશો સ્થાનિક લોકોની મુશ્કેલીઓ અને લોકોના સ્વાસ્થયનું વિચાર કર્યા વિના કુંભકર્ણરૂપી ઘોર મીઠી નિંદ્રા માણી રહ્યા છે. ત્યારે શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાયાની પ્રાથમિક સુવિધાઓ સમાન ઉભરાતી ગટરનાં પ્રશ્નને  લઈને લોકોમાં ભારે અસંતોસ વ્યાપી ગયો છે. જવાબદાર અધિકારીઓ પોતાની ફરજમા કામગીરી આવવા છતાં આંખ આડા કાન કરીને પ્રજાજનોને અનેકવિધ અસુવિધાઓ ભેટ સ્વરૂપે આપી રહ્યા છે. પાલિકા ઘોર નિંદ્રામા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે ખંભાળિયામાં એડવોકેટ બિલ્ડીંગ પાસેગટરનું ગંદુ પાણી વારવાર ઉભરાય જાય છે.   ગટરના પાણી ઉભરાતા રોગચાળો ફાટી નીકળે તેવી પુરે પૂરી શકયતા છે.  ગટર ઉભરાઇ જતા રાહદારીઓ અને વાહન ચાલકોને મુશ્કેલીઓનો  સામનો કરવો પડે છે.  તંત્ર દ્વારા કેમ કામગીરી કરવામાં આવતી નથી.  તેથી પ્રજાજનોમાં નગરપાલિકા વિરુદ્ધ રોષ જોવા મળી રહ્યો છે.

 

 

Share This Article