સમગ્ર રાજ્યમાં મેઘ કહેર થઈ રહી છે ત્યારે મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં આવેલો ભાદર ડેમ ૧૦૦ ટકા ભરાતા વોનગ લેવલ જાહેર કરાયું હતુ.ભાદર ડેમની અત્યારે ૧૨૩.૭૨ મીટરની સપાટી એ છે.ડેમની પૂર્ણ સપાટી ૧૨૩.૭૨ મીટર છે.હાલ ડેમમાં પાણીની આવક ૩૩૧૭ ક્યુસેક છે .જેમાં ડેમનો ૧ ગેટ ૧ મીટર સુધી ખોલી ૩૩૧૭ ક્યુસેક પાણી ભાદર નદીમાં છોડવામાં આવી રહ્યું છે.નજીકના નીચાણવાળા ૭ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જિલ્લામાં સાર્વત્રિક વરસાદના પગલે ભાદર ડેમમાથી પાણી છોડવાના કારણે અસર પામી શકે તેવા ખાનપુરના સાત ગામોને ખાનપુર, મોટા ખાનપુર, નાના ખાનપુર, મેણા,રહેમાન,આંકલીયા, ભાદરોડને સાવધ રહેવા સૂચના અપાઈ છે.આ ડેમ ૮૦૦૦ હેકટર માં પિયત માટે પાણી પૂરું પાડે છે .તે ખેડૂતો માટે સારી વાત છે. ગત વર્ષે ઓછા વરસાદના પગલે ભાદર ડેમ માત્ર ૩૯ ટકા જેટલો પાણી જથ્થો હતો. આ ડેમથી સિંચાઈ મેળવતા વિસ્તારોને ભારે મુશ્કેલી સહન કરવી પડી હતી.
મહીસાગર : ખાનપુર તાલુકાનો ભાદર ડેમ ઓવરફલો
You Might Also Like
Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Leave a comment
Leave a comment