મહીસાગર : સંતરામપુરના ધારાસભ્ય કુબેરભાઈ ડીંડોરની જીભ લપસી

admin
1 Min Read

પ્લાસ્ટિક મુક્ત ભારત રેલીમાં મહીસાગરના સંતરામપુરના ધારાસભ્યએ બફાટ કર્યો. ભારતને પ્લાસ્ટિક મુક્ત બનાવવા ઠેર ઠેર રેલીઓ થઈ રહી છે. મહિસાગરના સંતરામપુરમાં આવી જ એક રેલી ચાલી રહી હતી. સંતરામપુરના ધારાસભ્ય કુબેરભાઈ ડીંડોર ગાંધી જયંતિ નિમિતે આયોજીત રેલીમાં ઉત્સાહમાં ને ઉત્સાહમાં પહોંચી ગયા.ત્યારબાદ સરદાર પટેલની પ્રતિમા પાસે પહોંચીને ધારાસભ્ય શ્રીએ સુત્રોચ્ચાર ચાલુ કર્યા.જેમાં તેઓ અતિ ઉસ્તાહમાં શું બોલી રહ્યા હતા કદાચ તેમને તેનો ખ્યાલ જ ન રહ્યો અને ધારાસભ્ય કુબેરભાઇ ડીંડોરે તો હાથ ઉંચા કરી કરીને સુત્રોચ્ચાર ચાલુ કર્યા. આ સુત્રોચ્ચારમાં તેઓએ ગુજરાત મુક્ત ઇન્ડિયા બનાના હૈના નારા લગાવવાનું શરૂ કર્યુ. બીચારા બાળકો તો ભોળા તેઓ પણ તેમની સાથે બોલાવા લાગ્યા પરંતુ ધારાસભ્યએ કેટલીય વાર સુધી આ સુત્રોચ્ચાર ચાલુ રાખ્યા હતા અને ધારાસભ્યનો આ સુત્રોચ્ચારનો વીડિયો હવે સામે આવ્યો છે..જો કે મોડેમોડે તેઓને પોતાની ભૂલ સમજાઇ હતી.

Share This Article