Navaratri 2022: નવરાત્રી વ્રત માટે બનાવો આ ૪ ફરાળી વાનગી

admin
3 Min Read

માં અંબાની આરધના અને નલસા નોરતાની શરૂઆત થઈ રહી છે. ત્યારે અમે તમારી માટે સ્વાદિષ્ટ ફરાળી વાનગીની રેસિપી લઈને આવ્યા છીએ. માની આરાધના કરવાની શક્તિ આપે તેવી સ્વાદ અને ઉર્જાથી ભરપૂર રસાળ વાનગીની રેસિપી આજે અમે તમારી માટે લાવ્યા છીએ. જેમાં લીલા નાળિયેરના લાડુ, શિંગોડાના લોટનો શીરો, સાબુદાણાની ખીચડી, મોરૈયાની ખીર જેવી અવનવી 4 વાનગીનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે તમારા સ્વાદની સાથે-સાથે શક્તિમાં પણ વધારો કરશે. બસ તો આજે જ નોંધી લો આ 4 સ્વાદિષ્ટ વાનગીની રેસિપી. અને ત્યાર બાદ નવરાત્રીમાં ટ્રાય કરો તમારા રસોડે.

લીલા નાળિયેરના લાડુ-

સામગ્રી-

-2 કપ લીલું નાળિયેર (છીણેલું)
-2 કપ પનીર છીણેલું
-1/2 કપ માવો અથવા મિલ્‍ક પાઉડર
-1 કપ દળેલી ખાંડ

રીત:-

સૌપ્રથમ માવો, પનીર અને દળેલી ખાંડને ભેગાં કરી લો. બંને હાથથી બરાબર મસળી લો. ત્યાર બાદ તેના ગોળા વાળી દો. દરેક ગોળાની અંદર એક-એક પિસ્‍તું મૂકી દો. હવે તેને નાળિયેરની છીણમાં રગદોળી થાળીમાં સજાવી દો. ઠંડા થાય એટલે પિસ્‍તાં અથવા કેસરથી સજાવીને પીરસો.

શિંગોડાના લોટનો શીરો-

સામગ્રી-

-1 કપ શિંગોડાનો લોટ
-1/2 કપ ઘી
-3/4 કપ ખાંડ
-1 કપ દૂધ
-ઈલાયચી પાવડર જરૂર પ્રમાણે

રીત:-

સૌપ્રથમ એક વાસણમાં ઘી ગરમ કરવું. તેમાં શિંગોડાનો લોટ લાલ થાય ત્યાં સુધી શેકવો. પછી તેમાં ગરમ દૂધ નાખવું અને થોડીવાર હલાવ્યા કરવું. તેમાં ખાંડ નાંખીને હલાવવું. છુંટું પડે અને ઘટ્ટ મિશ્રણ બને એટલે નીચે ઉતારીને ઉપરથી એલચીનો ભૂકો છાંટવો. એના પર બદામ, દ્રાક્ષ નાખીને ડેકોરેશન કરીને પણ સર્વ કરી શકાય છે.

સાબુદાણાની ખીચડી-

સામગ્રી-

-250 ગ્રામ સાબુદાણા(ધોઈ ને ૪ કલાક પલાળેલા)
-200 ગ્રામ બટાકા
-25 ગ્રામ સિંગ
-1 ટેબલ સ્પૂન દળેલી ખાંડ
-2 ટેબલ સ્પૂન તેલ
-સિંધવ મીઠું સ્વાદાનુસાર
-1 ટેબલ સ્પૂન લાલ મરચું
-1 નંગ લીંબૂનો રસ
ગાર્નીશિંગ માટે-
-દાડમના દાણા
-ફરાળી ચેવડો
-કોથમીર ઝીણી સમારેલી
-મસાલા શીંગનો ભૂકો

રીત:-

સૌપ્રથમ પલાળેલા સાબુદાણામાં એકાદ સ્પૂન તેલ નાખી તેને વરાળથી બાફી લો. આમ કરવાથી તે ચોટશે નહીં. હવે આ સાબુદાણાને એક કઢાઈમાં સહેજ તેલ મુકી તેમાં મીઠો લીમડો અને જીરૂનો વઘાર મુકી સાબુદાણાને 10-12 મીનિટ માટે સાંતળો. તેલમાં સિંગ પણ સાંતળી લો બાદમાં તેને બહાર કાઢી લો. હવે બાફેલા બટાકાના ટુકડા સિંધવ, મરચું, લીંબુનો રસ અને દળેલી ખાંડ, તળેલી સિંગ ઉમેરી બરોબર હલાવી લો. ખીચડીને બાઉલમાં કાઢી દબાવી અન મોલ્ડ કરો. ત્યાર બાદ તેમાં ઝીણી સમારેલી કોથમીર, દાડમના દાણા અને ફરાળી ચેવડાથી ગાર્નીશ કરી સર્વ કરો.

4 મોરૈયાની ખીર-

સામગ્રી-

-2 મોટી ચમચી મોરૈયો
-1/2 લીટર દૂધ
-4 ચમચી ખાંડ
-1 ચમચી ઘી
-સૂકા મેવા ઇચ્છાનુસાર

રીત:-

સૌથી પહેલા મોરૈયાને ધોઇ દસ મિનિટ માટે રહેવા દો. પછી ભારે તળિયાના વાસણમાં ઘી નાખી ગરમ કરી પછી તેમાં મોરૈયો નાખી ધીમે તાપ પર શેકો. તેમાં દૂધ નાખી ઉકાળો. જયારે તેના દાણા ચઢી જાય ત્યારે તેમાં ખાંડ અને સુકા મેવા નાખી સર્વ કરો.

Share This Article