ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના સડથલા ગામની આધેડ મહિલા કોઠીયા તરફ જવાના માર્ગની બાજુમાં આવેલ નિર્જન જગ્યાએ કુદરતી હાજતે ગઈ હતી. દરમિયાન મહિલાની એકલતાનો લાભ લઇ અચાનક આવી ચઢેલા ભેંસલી ગામના ચાર ઈસમો પૈકી સુરેશભાઈ વસાવા તેમજ પ્રકાશભાઈ વસાવાએ મહિલાને પાછળથી પકડી લીધી હતી. જ્યારે ભરત વસાવા તેમજ મનહર વસાવાએ મહિલાના હાથ પકડી રાખી ધક્કો મારીને કીચડમાં નીચે પાડી દીધી હતી. વધુમાં મનહર વસાવાએ મહિલાનાં મોઢાના ભાગે મુક્કા મારી ઈઝઝત લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ચારેય નારાધમોએ મહિલા બુમરાણ ન મચાવે તે માટે તેના મોઢામાં કાદવ ઘૂસાડી દીધું હતું. જો કે મહિલાનો હાથ નારાધમોની ચુંગાલમાંથી છૂટી જતા મહિલાએ મોમાંથી કાદવ કાઢી બુમરાણ મચાવતા સદથલા ગામના લોકો બનાવવાળી જગ્યાએ પહોંચી ગયા હતા. ચારેય ઇસમોને પકડી મહિલાઓએ જોરદાર મેથીપાક ચખાડ્યો હતો. બનાવની જાણ વાગરા પોલીસને થતા વાગરા પોલીસના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. ચારેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોતાની જાતને બચાવી ભાગી છૂટવામાં સફળ રહેલી મહિલાએ પોતાની સાથે ઘટેલ ઘટના અંગે ભેંસલી ગામના ચારેય ઈસમો વિરુદ્ધ વાગરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધું તપાસ હાથ ધરી છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -