Navratri Recipe 2022 : કેસર પેંડા બનાવવાની રીત

admin
3 Min Read

કેસર પેંડાનો ખાસ લક્ષણ ગણવું હોય તો તે છે કેસરની ખુશ્બુ તથા એલચીની તીવ્ર સુગંધ અને તેમાં મેળવવામાં આવતો શાહી માવો. અહીં તૈયાર માવાનો ઉપયોગ સમયનો બચાવ કરવા માટે કર્યો છે, તે છતા તમને આ પેંડા બનાવવા માટે થોડી પહેલેથી તૈયારી કરવી પડશે કારણકે તેને ૬ કલાક માટે ઠંડા પાડવા રાખવાના છે.

તેનું મિશ્રણ જ્યારે સંપૂર્ણ રીતે ઠંડું પડી જાય, ત્યારે તે કડક થઇ જશે પણ તેનો ભૂક્કો કરવાથી જોઇએ તેવું પણ બની જશે. આ કેસર પેંડા બનાવીને હવાબંધ બરણીમાં મૂકી ફ્રીજમાં રાખશો તો તે એક અઠવાડિયા સુધી તાજા રહેશે.

કેસર પેંડા રેસીપી માટેની ટિપ્સ:

  1. કેસર પેડાને ફ્રીજમાં એરટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરો. તે ૨ દિવસ સુધી સારા રહે છે. પેંડાને બોક્સમાં ચોંટતા અટકાવવા માટે અમે કન્ટેનરમાં ફૉઇલ રાખ્યો છે.
  2. દરેક ભાગને એક ગોળ બોલના આકારમાં ફેરવો. પછી તેને તમારી હથેળીઓ વચ્ચે સહેજ સપાટ કરો. દરેક ભાગને ૩૭ મી. મી. (૧ ૧/૨”)ના ગોળ ચપટા આકારના પેંડા તૈયાર કરો. તમે સારા દેખાવા માટે છરી, કાંટો અથવા દોરાની મદદથી ઇન્સ્ટન્ટ કેસર પેંડા પર ક્રિસ ક્રોસ પેટર્ન બનાવી શકો છો.
  3. મિશ્રણને હળવા હાથે મિક્સ કરો અને કેસર પેંડા માટે અમારું મિશ્રણ તૈયાર છે. હળવે હાથે મિક્સ કરવું અગત્યનું છે અન્યથા માવામાંથી ઘી અલગ થઈ શકે છે.
  4. ૧/૨ કપ પીસેલી સાકર ઉમેરો. અમે પીસેલી સાકરનો ઉપયોગ કરી રહ્યા છીએ કારણ કે આ પેંડાના મિશ્રણમાં સમાનરૂપે ફેલાશે. તમે તમારી પસંદગી મુજબ માત્રા વધારી કે ઘટાડી શકો છો.
  5. ક્લિંગ ફિલ્મથી કવર કરો. કેસર પેંડા મિશ્રણને ૩૦ મિનિટ માટે ફ્રીજમાં રાખો. . આ પેંડાને આકાર આપવાની પ્રક્રિયાને સરળ બનાવે છે.

કેસર પેંડા બનાવવાની રીત

  • કેસર પેડા બનાવવા માટે, એક નાના બાઉલમાં કેસર અને દૂધ ભેગું કરો, ખૂબ જ સારી રીતે મિક્સ કરો અને બાજુ પર રાખો.
  • એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં માવાને મધ્યમ તાપ પર ૭ થી ૮ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
  • મિશ્રણને થાળીમાં નાખો, તેને સમાનરૂપે ફેલાવો અને ૨૦ મિનિટ સુધી ઠંડુ થવા માટે બાજુ પર રાખો.
  • સાકર, એલચી પાવડર અને કેસર-દૂધનું મિશ્રણ ઉમેરો અને હળવા હાથે મિક્સ કરો.
  • ક્લિંગ ફિલ્મથી કવર કરો અને મિશ્રણને ૩૦ મિનિટ માટે ફ્રીજમાં રાખો.
  • સારી રીતે મિક્સ કરો અને કણિક બનાવી લો.
  • આ મિશ્રણના ૧૬ સરખા ભાગ પાડી દરેક ભાગના ૩૭ મી. મી. (૧ ૧/૨”)ના ગોળ ચપટા આકારના પેંડા તૈયાર કરો.
  • દરેક પેડા પર થોડું કેસર મૂકો અને હળવેથી દબાવો.
  • ફરીથી ક્લિંગ ફિલ્મથી કવર કરો અને ૬ કલાક માટે અથવા પેડા દૃઢ થાય ત્યાં સુધી રિફ્રિજરેટમાં રાખો.
  • કેસર પેડાને તરત જ પીરસો અથવા હવાબંધ બરણીમાં ભરી ફ્રીજમાં રાખી મૂકો.
Share This Article