નવરાત્રિના ઉપવાસમાં આ ફરાળી ડીસનું કરો સેવન! મળી જશે એનર્જી

Subham Bhatt
3 Min Read

હાલ નવરાત્રીનો  તહેવાર માઁ દુર્ગા અવનવા પરિધાન, બંગડી અને કુમકુમ સાથે સોળે શણગાર સજે છે. નવરાત્રીએ હિંદુ ધર્મમાં ખુબ મહત્વનો તહેવાર માનવામાં આવે છે. જેને હર્ષોલ્લાસ સાથે વર્ષમાં 2 વખત ઉજવવામાં આવે છે. નવરાત્રીનું ખાસ મહત્વ છે, આ નવ દિવસો દરમિયાન માઈ ભક્તો સુર્યોદય પહેલા ઉઠી સ્નાન કરી અને માઁની આરાધના કરતા હોય છે. નવરાત્રીમાં માઁ શક્તિના નવ સ્વરુપોની પૂજા કરવામાં આવે છે અને દરેક સ્વરુપનું અક અલગ જ મહત્વ છે. આપણે ત્યા નવરાત્રીનો તહેવાર વર્ષમાં 2 વખત ઉજવવામાં આવે છે. એક વખત ચૈત્રમાં અને બીજી વખત આસોમાં. નવરાત્રીમાં મોટાભાગના લોકો લસણ, ડુંગળી અને માંસાહારનો ત્યાગ કરતા હોય છે. આ સાથે જ કેટલાક લોકો માઁની આરાધનાના રુપે નવ દિવસ ઉપવાસ પણ રાખતા હોય છે. આજે અમે આપની માટે કેટલાક એવા ફુડ્સ લઈને આવ્યા છીએ જે આ નવરાત્રીના ઉપવાસમાં તમારે અચુકથી ટ્રાય કરવા જોઈએ.

સાબુદાણાની ખીચડીને ઉપવાસ દરમિયાન ખાવા માટે એક સારો વિકલ્પ કહી શકાય. આખા દિવસમાં ગમે ત્યારે તમે સાબુદાણાની ખીચડી ખાઈ શકો છો. સાબુદાણા, બટાકા અને સિંગદાણાથી બનતી આ વાનગી ગ્લુટન ફ્રી છે.

કુટ્ટુની ખીચડી

આ ખીચડી સ્વાદમાં તો ટેસ્ટી છે જ, સાથે તેને બનાવવી પણ એટલી જ સરળ છે. કુટ્ટુએ ઉપવાસમાં ખવાતું એક પ્રકારનું ધાન છે. કુટ્ટુને બટાકા અને સિંગદાણા સાથે મિક્સ કરીને તેની ખીચડી બનાવી નવરાત્રીના ઉપવાસમાં તમે ખાઈ શકો છો. કુટ્ટુને સંપુર્ણ આહાર કહી શકાય.

સાબુદાણા થાલીપીઠ

શું આપને ઉપવાસ દરમિયાન પેનકેક જેવું કઈક ખાવાનું મન થઈ રહ્યું છે? જો હાં તો તમે થાલીપીઠ ટ્રાય કરી શકો છો. સાબુદાણાથી બનતા અંદરથી નરમ અને બહારથી ક્રીસ્પી થાલીપીઠ ખાવામાં ખુબ ટેસ્ટી લાગે છે. મરાઠીમાં તેને ઉપવાસાચે થાલીપીઠ કહેવામાં આવે છે. કેટલીક જગ્યાઓ પર તેને સાબુદાણાની રોટલી પણ કહેવાય છે.

In Navratri fasting, consume these farali des! Energy will be found

રાજગરાની રોટલી

રાજગરાની રોટલી અથવા પરોઠાં ગ્લુટન ફ્રી અને હેલ્ધી ઓપ્શન છે. આ રોટી કે પરાઠાંને તમે બટાકાના શાક સાથે ખાઈ શકો છો.

કુટ્ટુના પરાઠા

કુટ્ટુના પરોઠા અને રોટી ગ્લુટન ફ્રી ફુડ છે, જેને તમે ઉપવાસમાં ખાઈ શકો છો. કુટ્ટુંના લોટ અને બટાકા મિક્સ કરીને તમે આ રોટી અથવા પરોઠા બનાવી અને ઉપવાસમાં ખાઈ શકો છો.

ઉત્તપમ

સામા કે મોરૈયાથી બનાવેલા ઉત્તપમ તમે ઉપવાસમાં ખાઈ શકો છો. ઉત્તપમને મોરૈયાના લોટથી સરળતાથી બનાવી શકાય છે.

બટાકાની વાનગીઓ

આપણે ત્યા ઉપવાસ દરમ્યાન બટાકાની વાનગીઓ ખુબ પ્રચલિત છે. સુકી ભાજી, દહીં આલુ, જીરા આલુ અને અન્ય એવી ઘણી બધી વાનગીઓ તમે ખાઈ શકો છો.

અળવી

અળવીની વિવિધ વાનગીઓ તમે ઉપવાસ દરમ્યાન ખાઈ શકો છો. આપણે ત્યા ફરાળમાં અળવીનો પણ ઉપયોગ કરવામાં આવે છે.

નટ્સ

સેકેલા સિંગદાણાથી લઈને મખાના સુધી તમામ સુકામેવા ઉપવાસમાં ખાઈ શકાય છે. તેનાથી શરીરને ઉર્જા અને પ્રોટીન મળી રહે છે. શક્કરીયા, કેળાની વેફર, ફરાળી પેટીસ અને ફરાળી ખીર એવી કેટલીક વસ્તુઓ પણ ઉપવાસમાં ખાઈ શકાય છે.

Share This Article