ભાવનગર : રોડ રીપેર કરતા ટ્રાફીક પોલીસનો વીડિયો વાયરલ

admin
1 Min Read

આગામી ટુંકા સમય ગાળામાં જ ટ્રાફીક નિયમોનું કડક પાલન માટે તખ્તો ગોઠવાયો છે ત્યારે આ નિયમોમાં PUC અને HSRP નંબર પ્લેટના નિયમો અમલી બનાવાયા છે પરંતુ આ બન્ને બાબતે કોઈ નક્કર કાર્યવાહી કે પરીણામ લક્ષી કાર્યવાહી થતી નથી માત્ર કોન્ટ્રાકટરોના  ખીસ્સા ભરાય છે અને વાહન માલિક પાસે ફી વસુલાય છે. નવા નિયમો અંતર્ગત પોલીસ મસમોટો દંડ વસૂલી રહી છે. પરંતુ ભાવનગરના ટ્રાફિક પોઇન્ટ પર સંસ્કારી ભાવેણાવાસીઓ ખુલ્લેઆમ નિયમો તોડતા નજરે પડતા રમુજી દ્રશ્યો જોવા મળ્યા. ટ્રાફિક પોલીસે રોક્યા તો કેટલાક વાહનચાલકો પોલીસ સાથે મગજમારી કરતા નજરે પડ્યા. તો હેલ્મેટ વગર નીકળેલા લોકો હેલ્મેટ ન પહેરવા માટે નીતનવા બહાના બતાવવા લાગ્યા. તો ભાવનગરમાંથી વધુ એક ટ્રાફિક પોલીસનો વિડીઓ સામે આવી રહ્યો છે. આ વિડીયોમાં જોઈ શકાય છે કે ટ્રાફિક પોલીસ બિસ્માર હાલતમાં પડેલા રસ્તાનું સમારકામ કરે છે. વરસાદના કારણે રસ્તો પર ખાડા પડવાની બાબતો સામે આવતી રહે છે. તો ભાવનગર ટ્રાફિક પોલીસ તે ખાડાઓને પુરતી નજરે પડી છે. વિડીઓમાં તમે જોઈ શકો છો કે ટ્રાફિક પોલીસ કપચી વડે ખાડાઓ પૂરી રહી છે અને રસ્તાઓનું લેવલ લાવી રહી છે.

Share This Article