Gujrat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર, આ મતદાતા ઘરેથી કરી શકશે વોટિંગ

admin
2 Min Read

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની આજે તારીખ જાહેર થઇ ગઇ છે. આ વખતે ચૂંટણી પંચ દ્રારા દિવ્યાંગ, અને કોવિડ સંક્રમિત સહિત આ મતદાતાને વિશેષ સુવિધા અપાઇ છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની આજે તારીખ જાહેર થઇ ગઇ છે. આ વખતે ચૂંટણી પંચ દ્રારા દિવ્યાંગ, અને કોવિડ સંક્રમિત સહિત આ મતદાતાને વિશેષ સુવિધા અપાઇ છે. કેન્દ્રીય ચૂંટણી પંચે આજે પ્રેસ કોન્ફરન્સ યોજીને તારીખની જાહેરાત કરી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે,. પહેલા તબક્કાની ચૂંટણી માટે 1 ડિસેમ્બરે મતદાન યોજાશે જ્યારે બીજા તબક્કા માટે 5 ડિસેમ્બરે મતદાન યોજાશે.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે, પ્રથમ તબક્કમાં પહેલા તબક્કામાં પહેલા તબક્કામાં 89 બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. પહેલા તબક્કામાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં મતદાન થશે. બીજા તબક્કા માટે 93 બેઠકો પર પાંચ ડિસેમ્બરના રોજ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં મતદાન થશે.

ક્યાં મતદાતા ઘરેથી કરી શકશે વોટિંગ

આ વખતે ચૂંટણીમાં કેટલાક મતદાતાને વિશેષ સુવિધા આપવામાં આવી છે. જેમકે દિવ્યાંગ અને 80 વર્ષની વયથી ઉપરના મતદાતા ઘરેથી વોટિંગ કરી શકે તેવી વ્યવસ્થા કરાઇ છે.

ચૂંટણીપંચે પ્રેસ-કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે 80 વર્ષથી વધુ ઉંમરના, દિવ્યાંગ અથવા કોવિડ સંક્રમિત લોકો જે મતદાન કરવા માગે છે, પરંતુ મતદાન બૂથ પર પણ ન આવી શકે, પંચ આવા મતદારોના ઘરે જઈને મતદાન કરવાની સુવિધા આપશે.આ મતદાતા પોસ્ટલ બેલેટથી કરી મતદાન કરી શકશે. જેની વીડિયોગ્રાફી પણ થશે. જેઓ ઘરે બેસીને મતદાન કરશે. પોસ્ટલ બેલેટ દ્વારા તેમના ઘરે મતદાન ઘરે યોજાશે. આ માટે ચૂંટણી પંચની ટીમ આવા મતદારોને ફોન દ્વારા જાણ કરશે અને ત્યારબાદ ઘરે ઘરે પહોંચી બેલેટ પેપરનું કામ કરાવશે.આ માટે મતદાતાએ ફોર્મ 12D ફરીને આપવું પડશે.

Share This Article